SURAT

ઈંગ્લીશનું પેપર સહેલું નીકળતા વિદ્યાર્થીઓ ખુશ, હસતા ચહેરે પરીક્ષા ખંડની બહાર નીકળ્યા

સુરત: ધો. 10 બોર્ડમાં આજે તા. 20 માર્ચના રોજ અંગ્રેજીનું પેપર હતું. ગુજરાતી માધ્યમના બાળકોને અંગ્રેજીનું પેપર અઘરું લાગતું હોય છે. તેથી તેનો ભય પણ રહેતો હોય છે, પરંતુ આજે પેપર સહેલું નીકળતા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા. નબળા બાળકો પણ સરળતાથી પેપર લખી શક્યા હતા.

ગણિત, વિજ્ઞાન બાદ હવે અંગ્રેજીનું પેપર પણ સરળ જતા વિદ્યાર્થીઓને ખૂબ મોટી રાહત થઈ હતી. વિદ્યાર્થીઓ આજે પરીક્ષા ખંડમાંથી બહાર નિકળતા ખૂબ ખુશ દેખાયા હતા. સેક્શન ‘ઈ’માં લોન્ગ રાઈટિંગમાં નિબંધ, રિપોર્ટ અને ઈમેઈલ પાઠ આધારિત પ્રશ્નો પૂછાયા હતા. ઈમેઈલ ફોર્મેટ વિશે પ્રશ્ન પૂછાયો હતો, જે સરળ હોવાથી વિદ્યાર્થીઓ યોગ્ય જવાબ લખી શક્યા હશે. પિક્ચર ડિસ્ક્રિપ્શન એકદમ સરળ પુછાયું હતું. સેક્શન ‘એ’માં પેરાગ્રાફના પ્રશ્નો, ટૂંકનોંધ સરળ હતી, પણ ખરા ખોટા માં થોડા ટ્વીસ્ટ કરાયેલા પ્રશ્નો હતો. સેક્શન ‘બી’માં નોવેરબેલ ડેટાના પ્રશ્નો ટ્વીસ્ટ કરાયેલા હતા. જ્યારે સેક્શન ‘સી’ અને સેક્શન ‘ડી’માં ગ્રામરના પ્રશ્નો એકદમ સરળ પૂછાયા હતા.

વિદ્યાર્થીઓએ પણ જે પેપર આવ્યું હતું તેને આવકાર્યું હતું અને સારા માર્ક આવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. વિદ્યાર્થી હેત દલાલે કહ્યું કે, પેપર સહેલું હતું. ઓબ્જેક્ટિવ પ્રશ્નો સરળ હતા. તેના ઓપ્શન પણ સારા આપ્યા હતા. અંગ્રેજીના પેપરમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન સહેલું પૂછાયું હતું.

વિદ્યાર્થીની યાશી મકવાણાએ જણાવ્યું હતું કે, ગ્રામરમાં થોડી મુશ્કેલી થઈ હતી, પણ છતાં વાંધો નહીં આવે. પેપર ઓવરઓલ સહેલું હતું તેથી સારા માર્ક્સ આવશે.

692 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં
ધો. 10 એસએસસી બોર્ડની આજે તા. 20 માર્ચના રોજ ઈંગ્લીશની પરીક્ષા હતી. સુરત શહેર જિલ્લામાં નોંધાયેલા 61816 પૈકી 61124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 692 ગેરહાજર રહ્યાં હતાં.

Most Popular

To Top