Madhya Gujarat

ગોધરાના ચંચેલાવ પાસે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 5 ઇજાગ્રસ્ત

ગોધરા: ગોધરાના ચંચેલાવ પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર મુસાફર ભરેલ બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા પાંચથી વધુ મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચતા 108 ઈમરજન્સી સેવા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.. ગોધરા  દાહોદ હાઇવે માર્ગ  ઉપર આવેલ  ચંચેલાવ પાસે  બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ માર્ગ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં અકસ્માત દરમિયાન અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. બસના  ડ્રાઈવર ની સમજદારીથી  અહીં મોટી ઘટના બનતા અટકી હતી.જોકે બસના  મુસાફરોને શરીરે નાનીમોટી ઈજા થતા ઈમરજન્સી સેવા 108ને જાગૃત રાહદારીએ  કોલ કરતા થોડીવારમાં આવી જતા બસના ઇજાગ્રસ્ત થયેલ 5થી વધુ  મુસાફરોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Most Popular

To Top