Entertainment

અભય દેઓલ કાંઇ સની દેઓલ નથી

નામ ન ચાલે તો તેની જોડણીમાં ફેરફાર કરવામાં આવે છે અને તે ય પાછી અંગ્રેજી જોડણીમાં. જો કે તો પણ તુષાર કપૂરથી માંડી ઘણા પોતાની કિસ્મત બદલી નથી શકયા. જોડણી બિચારી શું કરી શકે? પણ હવે ‘ખાન’ અને ‘દેઓલ’ અટક ધારીઓએ પણ અટકમાં તોડ-જોડ કરવી પડે તેમ છે. સની દેઓલ નથી ચાલતો અને બોબી નહોતો ચાલતો તો ‘આશ્રમ’માં બાબા થઇ બેઠો અને બાબાનું તો ચાલતું હોય છે, પણ એશો દેઓલ નથી ચાલતી. સનીનો દિકરો કરન દેઓલ ન ચાલ્યો એટલે સની હવે બીજા દિકરા રાજવીરને ઉતારી રહ્યો છે. અન્ય એક દેઓલ છે – અભય દેઓલ, જે અજીત દેઓલનો પુત્ર છે. અજીત દેઓલ ધર્મેન્દ્રનો ભાઇ છે, જેણે ‘પ્રતિજ્ઞા’, ‘મહેરબાની’ અને પંજાબીમાં ‘પુટ જટ્ટન દે’ નામની ફિલ્મ બનાવેલી.

સાતેક વર્ષ પહેલા અજિત દેઓલે વિદાય લીધી. તેમણે કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કરેલો. પણ ધર્મેન્દ્રને તેના ભત્રીજાની કારકિર્દીમાં બહુ રસ હોય એવું જણાયું નથી. સની અને બોબી પણ અભય સાથે તમને તસવીરોમાં જોવા નહીં મળશે. અભયે કારકિર્દી પણ પોતાની રીતે જ બનાવી છે. એકટિંગ સ્ટાઇલ અને ફિલ્મોની પસંદગીમાં પણ જુદો છે. ‘સોચા ન થા’ તેની પહેલી ફિલ્મ હતી. જેમાં આયેશા ટાકિયા સાથે તે આવ્યો હતો. પણ જેને એકદમ મનોરંજક કહેવાય એવી ફિલ્મો એટલે કે ડેવિડ ધવન, રોહિત શેટ્ટી જેવા દિગ્દર્શકોની ફિલ્મોથી દૂર રહ્યો છે. પણ તેની ફિલ્મના વિષયમાં ગંભીરતા હોય છે, એટલે તેની નોંધ લેવાતી રહી છે. એવી તેની ફિલ્મોમાં ‘ઓયે લકી! લકી ઓયે!’, ‘દેવડી’, ‘શાંઘાઇ’, ‘રાંઝણા’, ‘હેપી ભાગ જાયેગી’ વગેરે કહી. •

Most Popular

To Top