SURAT

પુણા ગામના યુવાન રત્નકલાકારે વાલક પાટિયા નજીક ઝેર પીધું, પછી મોટા ભાઈને ફોન કરી કહ્યું…

સુરત (Surat): શહેરના વાલક પાટિયા નજીકથી ઝેરી (Poison) દવા પીધેલી હાલતમાં મળી આવેલા રત્નકલાકારનું (Ratnakalakar) સિવિલમાં સારવાર દરમિયાન મોત (Death) નીપજ્યું છે. માનસિક તણાવમાં યુવાન રત્નકલાકારે જીવન ટુંકાવી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમરેલીના બાવરા તાલુકાના વાદલિયા ગામના રહેવાસી 25 વર્ષીય રત્નકલાકાર હાર્દિક મનસુખભાઈ ખૂટ સુરતના પુણાગામ નજીકની ઠાકોર દ્વાર સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. રત્નકલાકાર તરીકે કામ કરતો પરંતુ તેનું કામકાજમાં મન લાગતું ન હતું. ક્યારેક હીરા ઘસી તો ક્યારેક હીરાની દલાલી કરી રોજગારી મેળવી લેતો હતો. ગઈ તા. 18 મી ડિસેમ્બરની રાત્રે લગભગ 10:30 વાગ્યાના અરસામાં વાલક પાટિયા નજીકથી મોટા ભાઇને ફોન કરી મને સારું નથી લાગતું. લઈ જા એમ કહ્યું હતું.

પરિવારજનોએ કહ્યું કે, હાર્દિકનો ફોન આવતા તેનો મોટો ભાઈ તાત્કાલિક વાલક પાટિયા દોડી ગયો હતો અને હાર્દિકને ઘરે લઈ આવ્યો હતો. મોડી રાત્રે 1:30 વાગે હાર્દિકે ફરી કહ્યું કે મને કંઈ થાય છે આપણે હોસ્પિટલ જઇએ. તેથી પરિવારજનો હાર્દિકને ડાયમંડ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાર્દિકે તબીબોને કહ્યું કે, પોતે ઝેર પીધું છે.

ત્યાર બાદ હાર્દિકને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા. 18 મી ના રોજ સિવિલમાં દાખલ થયેલો હાર્દિક 21મી ના રોજ મધરાત્રે મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

પરિવારજનોએ કહ્યું હતું કે, મહેનત સામે વળતર પ્રશ્ન અને કામધંધામાં મન નહીં લાગતું હોવાથી હાર્દિકે માનસિક તણાવમાં આવું પગલું ભર્યું હતું. ઝેરી દવા પીધા બાદ પણ એવું નથી બોલ્યો કે મેં આવું કર્યું છે, મને સારું નથી લાગતું ભાઈ વાલક પાટિયા પાસે છું લઈ જા, બસ આટલું જ કહ્યું હતું. હાલ પોલીસ તપાસ ચાલે છે.

Most Popular

To Top