Charchapatra

આદિવાસી દીકરીઓનો વહાલનો દરિયો એટલે બારડોલીનાં નિરંજના બા કલાર્થી

વાત્સલ્યમૂર્તિ સમાન નિરંજના બા બારડોલીના સરદાર કન્યા વિદ્યાલયની તમામ આદિવાસી દીકરીઓની મા છે.દીકરીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ કન્યા વિદ્યાલયની વસમી વિદાય લે છે ત્યારે આ ‘મા’ દીકરીઓને હરહંમેશ વહાલના શબ્દોમાં કહે છે કે “જગતના બધા દ્વાર તમારા માટે જયારે બંધ થઇ જાય ત્યારે મારાં દ્વાર સદા-સર્વદા ખુલ્લાં રહેશે.જીવનમાં જ્યાં પણ જાવ ત્યારે અહીંયા મળેલી જીવનશિક્ષા ક્યારેય ન ભૂલવી.”   આદિવાસી અને ગરીબ દીકરીને હ્રદયટચ વાત બારડોલીના મમતા અને ઉષ્માભર્યા શબ્દોથી ભરેલા ૮૨ વર્ષીય નિરંજના બા કલાર્થી મોઢે સાંભળો તો માતૃત્વનો અહોભાવ ઊભો થાય.નિરંજના બા, નિરંજના બા,નાની,ના શબ્દો નવી પેઢીના મોઢે અચૂક સાંભળવા મળે.બારડોલીની ધીગી ધરામાં આવેલ સરદાર કન્યા વિદ્યાલયના નિરંજના બા કલાર્થી નવી પેઢીને ખોળે બેસીને વાસ્તવિકતાનું નિરૂપણ થતું હોય છે.

તા-૮ મી માર્ચ-૨૦૨૨ ના દિવસ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આદિવાસી દીકરીઓ માટે વાત્સલ્ય સમાન જનની નિરંજના બા કલાર્થીને રાષ્ટ્રપતિના હસ્તે નારીશક્તિ પુરસ્કાર એનાયત થયો.નારીશક્તિ સન્માનમાં ખુદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.સરદારની લડાયક ભૂમિ પર નિરંજના બા ને રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ મળતાં સૌને રાજીપો થયો.     બારડોલીમાં નિરંજના બા ની નિશ્રામાં સરદાર કન્યા વિદ્યાલય ખાતે જવાનું થાય તો આખું સંકુલ સ્વચ્છ હોય,પંખીઓનો કલરવ,વૃક્ષો કંઇક જાણે કાનમાં વાતો કરતા હોય,તમામ દીકરીઓમાં શિસ્ત,ચોપડીઓ દ્વારા વાંચન,તેમનો ગણવેશ જ જાણે ગુણવેશ હોય,આવા જીવંત ખોળે બેસવું એ કોઇ પણ બહારની વ્યક્તિઓ માટે ધન્યતા અવસર હોય.    
ભરૂચ- વીરેન્દ્રસિંહ અટોદરિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top