Gujarat Main

ગુજરાતના વડોદરા શહેરમાં મળી આવ્યો XE વેરિઅન્ટનો પ્રથમ કેસ, ઓમિક્રોન કરતા વધુ જોખમી

ગાંધીનગર: કોરોનાના (Corona) નવા વેરિઅન્ટ XEએ ગુજરાતમાં (Gujarat) દસ્તક આપી છે. ત્યાં આ નવા વેરિઅન્ટના (Variant) પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. ગુજરાતના વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં એક પુરુષ દર્દી XE વેરિઅન્ટ પોઝીટવ આવ્યો છે. શહેરના તંત્ર દ્વારા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ માયાનગરી મુંબઈમાં (Mumbai) પણ આ પ્રકારનો એક કેસ જોવા મળ્યો હતો. આ વાયરસ ઓમિક્રોન કરતા 10 ગણો ચેપી માનવામાં આવી રહ્યો છે. તેથી સરકાર પણ સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે.

ગુજરાતમાં જે કેસની પુષ્ટિ થઈ છે તેના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે 13 માર્ચે તે વ્યક્તિ કોવિડ પોઝિટિવ થયો હતો. પરંતુ એક અઠવાડિયા પછી તેની તબિયત સારી હતી. પરંતુ જ્યારે સ્પેલના પરિણામો આવ્યા, ત્યારે તે વ્યક્તિ XE વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું. હવે ચિંતાની વાત એ છે કે કોરોનાનું આ નવું સ્વરૂપ સૌથી ચેપી હોવાનું કહેવાય છે. XE વેરિઅન્ટ BA.2 વેરિઅન્ટ કરતાં 10 ટકા વધુ ચેપી છે.

XE વેરિઅન્ટ વિશે શું જાણીતું હતું?
XEના શરૂઆતના સંશોધન પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે XE વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ છે. અત્યાર સુધી તેને વધુ ખતરનાક જણાવવામાં નથી આવી રહ્યું, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ઝડપથી ફેલાઈ શકે છે.XE વેરિઅન્ટના બે કેસ જે અત્યાર સુધી નોંધાયા છે તેમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. આ કારણસર સરકાર હવે ગભરાશો નહીં તેવી અપીલ કરી રહી છે.

શું કહે છે નિષ્ણાતો?
જોન્સ હોપકિન્સના ગુપ્તા ક્લિનિસકી ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત એક ચર્ચામાં વાઈરોલોજિસ્ટ ગગનદીપ કાંગે કહ્યું કે ‘વેરિયન્ટનું સંક્રમણ આવશે (વધશે) કારણ કે લોકો હવે ટ્રાવેલ કરી રહ્યા છે’ જેટલું અમે XE વેરિન્ટના વિશે જાણી શક્યા છે તેની પરથી કહી શકાય કે તે ચિંતાનો વિષય નથી. અમે BA.2 વિશે ચિંતિત હતા, પરંતુ તે BA.1 કરતાં વધુ ગંભીર ન હોવાનું બહાર આવ્યું. XE વેરિઅન્ટ પણ BA.1 અથવા BA.2 (ઓમિક્રોનના પેટા-ચલો) કરતાં વધુ ગંભીર રોગ પેદા કરતું નથી.’

જો કે, કેટલાક નિષ્ણાતો ચોક્કસપણે કહી રહ્યા છે કે કોરોનાનું નવું સ્વરૂપ પણ દેશમાં નવી લહેર લાવી શકે છે. માત્ર એટલો જ તફાવત હોઈ શકે છે કે તે ખૂબ જીવલેણ નહીં હોય અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર નહીં હોય. દેશમાં જ્યારે કોરોનાનું ત્રીજી લહેર આવી હતી ત્યારે પણ પરિસ્થિતિ કાબૂમાં રહી અને બીજા લહેરની જેમ કોઈ વિનાશ થયો ન હતો.

Most Popular

To Top