Vadodara

સાવલીની સગીરા પર કમાટીબાગમાં દુષ્કર્મ કરનાર વિધર્મી ઝડપાયો

વડોદરા : સાવલીમાં રહેતી સગીરવયની યુવતીને ફેસબુક મારફતે સંપર્ક કેળવીને વડોદરા કમાટી બાગ ખાતે ઝાડી ઝાંખરા લઈ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા જિલ્લા એલસીબીએ કરજણ ટોલનાકા પાસે ઝડપીને આરોપીને જેલ ભેગો કર્યો છે. સાવલી પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મુંબઈ ખાતે રહેતો તોહીદ ઉર્ફે કાશીફ સમીર શેખ રહે અંધેરી ઇસ્ટ સાગર સિટી મુંબઈ નો છેલ્લા દોઢ વર્ષથી સાવલી ખાતે રહેતી ધોરણ ૯ માં ભણતી સગીરા સાથે ફેસ બુકના માધ્યમથી સંપર્કમાં હતો ત્યારબાદ પરિચય કેળવી ને વડોદરા બોલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત બહાર આવી હતી.

વિધર્મી યુવક દ્વારા વડોદરા ના કમાટી બાગ ના ઝાડી ઝાંખરા માં લઇ જઇ આચરવામાં આવ્યું હતું સમગ્ર બનાવની જાણ સગીરાએ પોતાના કુટુંબીજનોને કરતા સદર બાબતે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલાને ભારે ગંભીરતાથી લઈને જિલ્લા એલસીબી ટીમ ને આપી હતી અને  આરોપી ને ઝડપી પાડવા જિલ્લા એલ સી બી  સહિત ની ટીમો કામે લાગી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા સરદાર ઘટનામાં તારીખ 2-12-2021ના રોજ બની હતી અને આરોપી  તોહિદ ઉર્ફે કાસીફ ફરી મળવાનું વચન આપીને જતો હતો ત્યારે જિલ્લા એલસીબીએ કરજણ ટોલનાકા પાસે ઝડપીને જેલભેગો કર્યો છે. આમ ફરી એકવાર વિધર્મી દ્વારા  સગીરા સાથે દુષ્કર્મ નો બનાવ સપાટી પર આવ્યો છે સાવલી પોલીસે આરોપી વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવા તેમજ કોરોનાનો રિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી છે.

વાયદા મંત્રી,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો વધુ એક વાયદો..!

પીડિતાના પરિવારને ફરી આશ્વાસન આપી કહ્યું, નરાધમ જલ્દી પકડાશે

 વડોદરા : રાજ્યભરમાં ચકચાર જગાવી મૂકનાર નવસારીની યુવતી સાથે થયેલ દુષ્કર્મ અને ત્યારબાદ યુવતીના આપઘાત પ્રકરણમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી એ વધુ એક વાયદો કરી પીડિત પરિવારને આશ્વાસન  આપ્યું હતું અને ફરી એકવાર નરાધમો જલ્દી પકડાઈ જશે તેઓ દાવો કર્યો હતો જોકે રાજ્ય મંત્રી ની તપાસ પછી પણ એસઆઇટીની ટીમ કોઇ નક્કર કાર્યવાહી કરી શકી નથી નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં ઘણા દિવસો વીતી પરંતુ હજુ સુધી નરાધમો પકડયા નથી. અનેક એજન્સીઓ સાથે પોલીસની ટીમો સતત કામગીરી કરી રહી છે પણ કોઈ મજબૂત કડી હજુ હાથ લાગી નથી

પીડિતાને હજુ સુધી ન્યાય ન મળતા વધુ એક વખત યુવતીનો પરિવાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યો હતો અને ન્યાયની ગુહાર લગાવી હતી. તેમજ આરોપીઓ પકડાય અને તેમને કડક સજા થાય તે માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને  અરજ  કરી હતી જોકે બીજી વખત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ને રજુઆત માં પરિવારને ફરી આશ્વાસન જ મળ્યું હતું અગાઉ બે દિવસમાં જ નરાધમો પકડાઈ જશે તેવો હર્ષ સંઘવી એ દાવો કર્યો  હતો પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પીડિત પરિવારને ફક્ત અને ફક્ત આશ્વાસન આપ્યું હતું ઘટનાને એક મહિનો થયા છતાં હજી સુધી પોલીસના હાથે કોઈ નક્કર પુરાવા લાગ્યા નથી જેથી ગૃહમંત્રીએ પીડિત પરિવારને બીજી વખત આપેલું  આશ્વાસન કે વાયદો કેટલો સફળ  રહે છે તે આવનાર સમયમાં ખબર પડશે.

ઓએસિસ સામે તપાસમાં ચોંકાવનારા તથ્યો ખૂલી શકે છે.!?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને  રજૂઆત કરવા ગયેલા પીડિતાના પરિવારે ઓએસિસ  સંસ્થા સામેની તપાસ સામે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા હતા  પીડિતાના પરિવારનું માનીયે તો ઓએસિસ સંસ્થાને દિલ્હીના એક અધિકારીના દબાણમાં બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સંસ્થા સામે કડક અને તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તો અનેક ચોંકાવનારા તથ્યો પણ સામે આવી શકે છે અને તેમની પુત્રીના રહસ્યમય બની રહેલા મોત અને દુષ્કર્મ અંગે  ખુલાસો થઈ શકે છે.

ભાઈ હર્ષ સંઘવી પીડિતા બહેનને ક્યારે ન્યાય અપાવશે?

રાજ્યભરમાં ખૂબ ચર્ચા જગાવનાર વેક્સિન ઇન્સ્ટીટ્યુટના દુષ્કર્મ કાંડમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાઈ બની  નરાધમોને જલદી પકડી જેલભેગા કરવા અને કડક સજા કરવાની જવાબદારી ઉપાડી હતી જોકે આજે મહિનાથી વધુ સમય થઇ ગયો છે છતાંય પીડિતાને ન્યાય મળ્યો નથી નરાધમો હજુ પણ પોલીસ પકડથી દૂર છે પીડિતાના  માતા પિતા  બે વખત રાજ્યના ગૃહ રાજ્યમંત્રીના દરબારમાં ન્યાય ની ગૂહાર લગાવી ચૂક્યા છે અને ફરી વખત ભાઈ હર્ષ સંઘવીએ નરાધમો જલ્દી પકડાઈ જાય તેવું આશ્વાસન પણ આપ્યું છે ત્યારે પીડિતાના ભાઈ બનનાર  ગૃહ રાજ્યમંત્રી બહેનને ક્યારે આવશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ જોર પકડી રહી છે.

Most Popular

To Top