Gujarat

મુસ્લિમ ધર્મ અપનાવી લેવા ભરૂચમાં ગરીબ હિન્દુઓને 1 કરોડ અપાયા હતા : તપાસનો રેલો વડોદરા સુધી પહોંચ્યો

વડોદરા : આફમી ચેરીટેબલ ટ્રસ્ટના કટ્ટરવાદી સંચાલક સલાઉદ્દીન શેખને યુકેથી અબ્દુલ્લા ફેફડાવાલાએ ધર્માંતરણ મામલે મોકલેલા 80 કરોડમાંથી 1 કરોડ રૂપિયા સલાઉદ્દીને ભરૂચ પંથકના મજબુર અને ગરીબ હિન્દુઓની વટાવવૃત્તિ અર્થે ઉપયોગ કર્યાનો ભાંડો ફૂટ્યો હતો. ક્રાઈમ બ્રાંચે હવાલાના નાણાં પૈકીના 27 લાખ રિકવર કરીને વધુ તપાસ હાથ ધરી હતી. યુપી એટીએસએ ધર્માંતરણના કૌભાંડનો પર્દાફાશ કરતા તપાસને રેલો વડોદરા સુધી આવ્યો હતો.

શહેર એસઓજીની મદદ લઈને યુપી એટીએસે આફમી ચેરીટેબલ ટ્રસ્ટના ભેજાબાજ દેશદ્રોહી સલાઉદ્દીન શેખની રાતોરાત ધરપકડ કરી હતી અને દેશભરમાં તેના કાળા કારનામામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા. દેશભરની એજન્સીઓ તથા પોલીસ વટાવવૃત્તિના કૌભાંડમાં જોડાતા ભરૂચ પંથકમાંથી નબળા વર્ગના લોકોનું બ્રેઈન વોશ કરીને મોટાપાયે ધર્માંતરણ કરાવાયું હોવાનું સપાટી પર આવ્યું હતું. જેમાં પણ યુકેના અબ્દુલ્લા ફેફડાવાલા તથા સલાઉદ્દીન શેખ, મૌલવી ઉમર ગૌતમના નામ ખુલ્યા હતા. ભરૂચ પોલીસે ગુના સંલગ્ન ઊંડી તપાસ બાદ ફરિયાદ નોંધી હતી.

ભરૂચ પોલીસને અત્યંત મહત્ત્વની કડીઓ હાથ લાગતા વડોદરા ક્રાઈમ બ્રાંચની પણ મદદ લીધી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ ભરૂચ દોડી ગઈ હતી અને ગુના અંતર્ગત પુરાવાઓની આપ-લે કરી હતી. જેના આધારે તપાસ વેગવંતી બની હતી. તેમાં ખુલ્યું હતં કે, સલાઉદ્દીન શેખે ભરૂચ પંથકમાં એફસીઆર અ્ને હવાલા દ્વારા એક કરોડ રૂપિયા ધર્માંતરણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવા મોકલી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે ગુપ્ત રાહે અલાયદી તપાસ હાથ ધરતાં આમોદ, ઈખર, નસવાડી ગામોમાં કેટલાક ટ્રસ્ટોને નાણાં પુરા પાડ્યા હતા.

તેમાં સુરતના વેપારીને ચેક દ્વારા 27 લાખ રૂપિયા આપ્યા હોવાના પણ પુરાવા સાંપડ્યા હતા. તદઉપરાંત જંબુસરના અલ મહમૂદ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અજવદ અહમદ ખાનીયાને તો 27 લાખ રોકડા અને 6.70 લાખ ચેકથી ભંડોળ પુરુ પાડ્યું હતું. કૌભાંડનો સીલસીલો લંબાતા ઈખરના યુનુસ ઈસ્માઈલ તલાટીને 9.70 લાખ રૂપિયા અને આમોદ તાલુકાના આછોદ ગામે રહેતા મૌલાના મુસાઅલી સૈયદને પણ 5.50 લાખ રોકડા સલાઉદ્દીને મદદાર્થે મોકલ્યા હતા.

સાજીદ મેમણ (નસવાડી)ને પણ ચેકથી 10.88 લાખ અને આમોદના સાજીદને 4.50 લાખ ચેકથી ચુકવ્યાના મજબુત પુરાવા, હિસાબ, કિતાબ તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચને સાંપડ્યા હતા. ગુનામાં સંડોવાયેલા કેટલાક કટ્ટરવાદીઓ અને દેશદ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વધુ ઈસમોના નામ ઠામ પણ ક્રાઈમ બ્રાંચે મેળવ્યા હતા. સલાઉદ્દીને હવાલા મારફતે મેળવેલા નાણાં પૈકીના 27 લાખ રૂપિયા સુરતના મહંમદ ખાનીયા પાસેથી કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top