Madhya Gujarat

ફતેપુરાના ઘાણીખુંટમાં બસના ચાલકે રાહદારીને કચડતા મોત

સુખસર: ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેફામ બનેલા વાહનચાલકો દિન-પ્રતિદિન નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનાવી મોત નીપજાવી રહ્યા છે.એક અકસ્માત બનાવવાની શાહી સુકાતી નથી,ત્યાંજ બીજો અકસ્માતનો બનાવ બની રહ્યો છે. સોમવારના મોટાનટવામાં એક ૪૫ વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે આજરોજ ઘાણીખુટ ગામે લક્ઝરી બસના ચાલકે રાહદારીને અડફેટમાં લઇ અકસ્માત સર્જતા પુરુષનુ ઘટનાસ્થળે જ કમાટી ભર્યું મોત નીપજ્યું છે.

જ્યારે મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે એક લક્ઝરી બસના ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી સાઈડમાં ઊભા રહેલ એક મહિલા સહિત પુરુષને અડફેટમાં લીધા હતા. તેમાં પૂરપાટ દોડી આવેલી લક્ઝરી બસના પૈડા ઘાણીખુટ ગામના રાહુલભાઈ વાદી ઉપર ફરી વળતા સ્થળ ઉપર જ કમાટી ભર્યું મોત
નિપજ્યું હતું.

જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અકસ્માત બાદ લક્ઝરી ચાલક પોતાના કબજાના વાહનને સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.જ્યારે આસપાસ થી દોડી આવેલા રોષે ભરાયેલા લોકો એ લક્ઝરીની તોડફોડ કરી હતી.સુખસર પોલીસને જાણ થતા લક્ઝરીનો કબજો પોલીસે મેળવી બનાવ સંબંધે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનિય છે કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે અકસ્માતોની સંખ્યા વધવા લાગી છે. જેમાં મોટા ભાગે વાહનચાલકોની બેદરકારી સામે આવી છે. મોટાભાગના કિસ્સામાં વાહન ચાલકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યાની ઘટનાઓ સામે આવતી રહે છે.

ઇન્દોર-અમદાવાદ હાઇવે પર બસની ટક્કરે મોટરબાઇક સવારનું મોત

દાહોદ શહેરમાં આવેલ ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે પર એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ એક મોટરસાઈકલના ચાલકે જાેશભેર ટક્કર મારી અજાણ્યો વાહનનો ચાલક ગાડી લઈ નાસી જતાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.દાહોદ શહેરમાં આવેલ ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે નજીક આવેલ બાલાજી હોટલ સામે ગત તા.૦૩ જુલાઈના રોજ દાહોદ તાલુકાના રાબડાળ ગામે રહેતાં વિપુલભાઈ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહ્યાં હતાં.

આ દરમ્યાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી વિપુલભાઈની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં વિપુલભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. માર્ગ અકસ્માત સર્જી અજાણ્યો વાહનનો ચાલક નાસી ગયો હતો જ્યારે આ સંબંધે રાબડાળ ગામે રહેતાં રાહુલભાઈ ધનજીભાઈ ભાભોરે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top