SURAT

જમીન દલાલની પત્નીએ બુરખો પહેરી મચાવી ધમાલ: સાસુને માર મારી પોતાની જ બાળકીને …

સુરત: પીપલોદ ખાતે આવાસમાં રહેતા જમીન દલાલ (land broker)નો પત્ની (wife) સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. પત્નીએ બાળકી (child)ને મેળવવા કોર્ટમાં કરેલી અરજી (court application) રદ થતા બાળકી હાલ પિતા (father) પાસે હતી. દરમિયાન જમીન દલાલની પત્ની, સાઢુભાઈ અને સાઢુભાઈનો પુત્ર ઘરમાં ઘુસી આવ્યા હતા. જમીન દલાલની પત્નીએ બુરખો પહેર્યો હતો. ત્રણેયએ માતાને માર મારી બાળકીને ઉંચકીને લઈ ગયા હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

પીપલોદ ખાતે સુમન સરીતા આવાસમાં રહેતા 46 વર્ષીય રાજીવભાઇ રામચંદ્ર ખત્રી જમીન દલાલીનું કામ કરે છે. રાજીવભાઈએ ગઈકાલે ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમના સાઢુભાઈ વાસુ લુંઢ (રહે. રાજકોટ), વિક્કી વાસુ લુંઢ, સુરભી ઉર્ફે રીટા તથા યોગેશ શીતલદાસ બચ્ચાની (રહે. ૪/૬ શીતલસદન, શાસ્ત્રી નગર, જકંશન પ્લોટ રાજકોટ રેલ્વે સ્ટેશનની સામે, રાજકોટ)ની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. રાજીવભાઈની પત્ની સુરભીબેન હાલતમાં રાજકોટ તેના પિયરમાં રહે છે. તેને આર્થરાઈઝ તથા માનસિક બિમારી હોવાથી એક મહિના માટે સારવાર માટે જવાનું કહીને ગઈ હતી.

સુરભીની તબિયત સારી ન રહેતી હોવાથી દિકરીને રાજીવભાઈએ પોતાની પાસે જ રાખી હતી. પતિ સાથે ઝઘડો ચાલતો હોવાથી સુરભીબેને રાજકોટમાં કોર્ટમાં દિકરીના કબજા માટે વોરંટ કઢાવવા માટે અરજી કરી હતી. કોર્ટે સુરભીબેનની અરજી રદ કરી હતી. જેથી દિકરીનો કબજો રાજીવભાઈની પાસે હતો. ગત 2 ઓક્ટોબરે રાજીવભાઈ અડાજણ તેમના કામે હતા ત્યારે તેમની માતાએ ફોન કર્યો હતો. અને જણાવ્યું હતું કે, સુરભી અને તારા સાઢુભાઈ વાસુ અને તેનો દિકરો વિક્કી ઘરમાં બળજબરી દરવાજો તોડીને આવ્યા અને વાસુ તથા વિક્કીએ માર માર્યો હતો. સુરભી અંદરના રૂમમાં જઈને દિકરીને લઈને જતા રહ્યા છે. બાદમાં રાજીવ ઘરે આવ્યો હતો અને તેના નાનાભાઈને કહીને ઉમરા પોલીસમાં જાણ કરી હતી. રાજીવની માતાને માર માર્યો હોવાથી નવી સિવિલમાં સારવાર માટે ખસેડાઈ હતી.

સુરભી બુરખો પહેરીને આવી હતી
રાજીવની માતાએ જણાવ્યું હતું કે, તે અને તેની પૌત્રી ઘરે એકલા હતા. ત્યારે દરવાજાનો બેલ વગાડ્યો હતો. રાજીવની માતાએ લેન્સમાંથી જોતા બુરખો પહેરીને એક મહિલા ઉભી હતી. બહાર ધરતી આવી હોવાનું સમજી તેમને દરવાજો ખોલ્યો હતો. પરંતુ આ મહિલા ધરતી નહીં હોવાની શંકા જતા તેમને દરવાજો બંધ કરી લીધો હતો. બહાર ઉભેલા લોકોએ લાતો મારીને દરવાજો તોડી નાખ્યો હતો. અને માર મારી બુમો પાડી હતી કે રીટા તુમ વૈનવીકો લેકે ઘરસે નીકલ જા. તેમ કહીને બાળકીને લઈને ભાગી ગયા હતા.

Most Popular

To Top