Vadodara

સુરસાગર તળાવ નજીક ડેરી અને સમાના અયપ્પા ગ્રાઉન્ડ પાસેના મંદિરનું સ્ટ્રકચર તોડી પડાતાં ભક્તોમાં રોષ

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શુક્રવારે વહેલી સવારે સુરસાગર તળાવ પાસે તથા વોર્ડ નં-7ના સમા ઐયપ્પા ગ્રાઉન્ડ પાસેના મંદિરનું સ્ટ્રક્ચર તથા મંદિરની બનાવવામાં આવેલી ડેરી તોડી પાડવામાં આવી હતી. કોઈપણ પ્રકારની મંજૂરી વિના ઉભા કરવામાં આવેલા બંને ધાર્મિક સ્થળોનો ભાગ ગેરકાયદેસર રીતે સરકારી જગ્યામાં બનાવવામાં આવ્યો હોવાથી તેના સ્ટ્રક્ટચર દૂર કરવામાં આવ્યા હતા. જેને પગલે ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસ પક્ષના સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વે તંત્ર પર આકરા પ્રહારો કરી મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલ ને પત્ર લખી મંદિરના પુન: નિર્માણ ની માંગ કરી છે.

Most Popular

To Top