Vadodara

રંજનબેન ભટ્ટની લેડીસ ક્લબે પોતાનાે પ્લોટ પાલિકાને પરત કર્યાે

વડોદરા : મહાનગરપાલિકાએ વનીકરણ માટે આપેલા 46 પ્લોટ પરત લેવાની જાહેરાત મેયરના હુકમથી  ૨૪ કલાકમાં ધારાસભ્ય ના ભલામણ આપવામાં આવનાર પ્લોટ ન્યુ હેવન એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ અને સાંસદના લેડીસ કલબ સામેથી પાલિકાને પજેશન આપવામાં આવ્યું. જ્યારે 16 પ્લોટ ધારકોના પાલિકા એ પરત કબજો લીધો હતો  અત્યાર સુધીમાં 23 પ્લોટ પાલિકાએ કબજે લીધા છે.

મહાનગરપાલિકાએ ૧૯૯૧માં 46 જેટલા પ્લોટ વનીકરણના હેતુથી આપવામાં આવ્યા હતા.જે પ્લોટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ માં ઉપયોગ કરવામાં આવતો હતો. તે સમયના પૂર્વ કોર્પોરેટર, ડે મેયર, મેયર,  ધારાસભ્ય અને સાંસદોએ પ્લોટ લાભ લીધો હતો.ગુજરાત મિત્ર એ તમામ 46 પ્લોટ  ધારકોના નામ ઉજાગર કર્યા હતા. અને તેમાં વનીકરણ નહીં પરંતુ તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ , કોમર્શિયલ બાંધકામ, આર્થિક ફાયદામાં ઉપયોગ અને જે હેતુથી આપવામાં આવ્યો છે તે હેતુ સિદ્ધ થયો નથી તેઓ અહેવાલ પ્રસારીત કર્યો હતો. મહાનગરપાલિકાના તંત્ર જાગ્યું હતું અને ૪૬ પ્લોટ પાલિકા હસ્તક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. તેને લઈને અગાઉ પાલિકા એ 5 જેટલા પ્લોટ પરત લેવામાં આવ્યા છે અને  ૧૬ જેટલા પ્લોટ પાલિકાએ કબજે કર્યા છે. અને 2 પ્લોટનું પજેશન મેંયર કેયુર રોકડીયા ના હુકમ ના 24 કલાક માં  પાલિકાને સામેથી પઝેશન આપવામાં આવ્યો છે. પાલિકાએ બીજા જે 23 પ્લોટ કબજે લેવાના છે તેના માટે ત્રણ દિવસનો સમય સામાન ખાલી કરવા માટે આપવામાં આવ્યો છે.

Most Popular

To Top