Dakshin Gujarat

વહેવલમાં મેલેરિયાવિરોધી માસ અંતર્ગત શિબિર-રેલી

વહેવલ પ્રા.આ. કેન્દ્ર દ્વારા વહેવલ હટવાડા આગણવાડી ખાતે મલેરિયા વિરોધી જુન માસ તેમજ 11 જુલાઇ વિશ્વ વસ્તી દિન ઉજવણી રૂપે શિબિર અને રેલીનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત વહેવલના કાર્ય વિસ્તારમાં 11 જુલાઇ આવનાર વિશ્વ વસ્તી દિન ઉજવણીનું મહત્વ તેમજ કુટુંબ કલ્યાણ પધ્ધતિની અને મલેરિયા રોગ વિષે અટકાયતી પગલા તેમજ સારવાર વિષે વિસ્તૃત માહિતી વહેવલ હટવાડા આગણવાડીમાં ડો. હિમાંશુ બી. પટેલ દ્વારા અપાઈ હતી.

આ વર્ષે આપદામાં પણ કુટુંબ નિયોજનની તૈયારી, સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારી સત્ર સાર્થક કરવાની પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રા.આ. કેન્દ્ર વહેવલના આરોગ્ય સુપરવાઇઝર વહેવલ ગામનો આરોગ્ય સ્ટાફ, આશાબેનો, આગણવાડીબેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Most Popular

To Top