15 સપ્ટેમ્બર 2026ના રોજ VIP રોડ પર બનેલી આ ઘટનામાં કાફલામાં સામેલ અનેક વાહનો અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. અચાનક બ્રેક લાગતા પાછળથી આવી રહેલી બાઇકો એકબીજા સાથે અથડાઈ હતી. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ, ઓવૈસી મંગળવારે ભોપાલમાં એક જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા. કાર્યક્રમ બાદ તેઓ એરપોર્ટથી હોટલ તરફ કાફલા સાથે જઈ રહ્યા હતા. કાફલામાં કાર ઉપરાંત મોટી સંખ્યામાં સમર્થકો બાઇક પર પણ સાથે ચાલી રહ્યા હતા. VIP રોડ પરથી કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળના વાહનો અચાનક રોકાતા પાછળ આવી રહેલા વાહનોને બ્રેક મારવી પડી હતી.આ દરમિયાન કેટલાક બાઇક સવાર વાહનો પર નિયંત્રણ ગુમાવી બેઠા હતા અને એક પછી એક બાઇકો અથડાઈ હતી. વીડિયોમાં પણ બાઇક સવારો રસ્તા પર પડતા અને વાહનો અથડાતા જોવા મળે છે. અકસ્માતને કારણે થોડા સમય માટે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્મતમાં કેટલા લોકો ઘાયલ થયા તે અંગે શરૂઆતના અહેવાલોમાં અલગ-અલગ આંકડા સામે આવ્યા છે. મીડિયા ના ના અહેવાલ મુજબ 6થી 7 યુવકોને ઈજા થઈ હતી, જેમાં કેટલાકને વધુ ઈજા પહોંચી હતી. અન્ય અહેવાલોમાં 4થી 5 બાઇક સવારો ઘાયલ થયાની માહિતી આપવામાં આવી છે.પોલીસ દ્વારા ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ભોપાલ ટ્રાફિક પોલીસના અધિકારી વસંત કૌલે જણાવ્યું હતું કે ઓવૈસીના કાફલામાં ચાલી રહેલા કેટલાક વાહનો એકબીજા સાથે અથડાયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કાફલો એક વળાંક પાસે રોકાયો હતો અને ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્ત બાઇક સવારોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.અકસ્મતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થિતિ સંભાળી અને ટ્રાફિકને સામાન્ય બનાવ્યો હતો. અકસ્માત બાદ ઓવૈસીનો કાફલો આગળ હોટલ તરફ રવાના થયો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ અને કાફલામાં કયા વાહનના કારણે ટક્કરની શરૂઆત થઈ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ ઘટનાએ VIP મૂવમેન્ટ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા ઊભી કરી છે. VIP રોડ ભોપાલનો મહત્વનો માર્ગ છે અને અહીં નિયમિત રીતે VIP તથા મંત્રીઓની અવરજવર રહે છે. આવા સમયે કાફલા સાથે મોટી સંખ્યામાં બાઇક અને અન્ય વાહનો ચાલતા હોય ત્યારે વાહનો વચ્ચે પૂરતું અંતર અને ટ્રાફિક નિયંત્રણનું મહત્વ વધી જાય છે.આ ઘટનાના વીડિયોમાં એક પછી એક બાઇકો અથડાતી જોવા મળતા અકસ્માત કેવી રીતે અચાનક સર્જાયો તેનો અંદાજ આવે છે. જોકે અકસ્માતની સંપૂર્ણ જવાબદારી અને કારણ અંગે અંતિમ નિષ્કર્ષ પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે અને ઘાયલ થયેલા બાઇક સવારોની સારવાર કરવામાં આવી રહી છે.