Vadodara

પાદરાના ડભાસા ગામે વીજ થાંભલો અને ઝાડ ધરાશાયી

પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક આવેલ નાયરા પેટ્રોલ પમ્પ પાસે આજે અચાનક વીજ થાંભલો ધરાશાયી થયો હતો. વીજ થાંભલાની સાથે જ નજીકમાં આવેલું એક મોટું ઝાડ પણ માર્ગ પર પડી ગયું હતું…

આ અચાનક બનેલી ઘટનાને કારણે મુખ્ય માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો…

સદનસીબે, ઘટના સમયે ત્યાંથી પસાર થતાં લોકોનો આબાદ બચાવ થયો અને કોઈ જાનહાનિ કે મોટી ઈજા થઈ નથી. જોકે, રોડ પર ઝાડ અને વીજળીનો થાંભલો આડો પડી જતાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી…

જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ વીજ કંપની અને તંત્ર પાસે માંગ કરી છે કે રોડ પરથી તાત્કાલિક અવરોધ દૂર કરી વાહનવ્યવહાર શરુ કરવામાં આવે તથા વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવે.

Most Popular

To Top