Vadodara

વડોદરામાં રેડ એલર્ટ,આગામી 3 કલાકમાં ભારે વરસાદ-ગાજવીજની શક્યતા

કલાકે 15MM થી વધુ વરસાદ અને 61 પ્રતિકલાક સુધીના પવનની આગાહી :

વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 217MM વરસાદ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.23

આગામી 3 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે વડોદરા સહિત અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં કલાકે 15 MM થી વધુ ભારે વરસાદ સાથે મધ્યમ ગાજવીજ અને 41 થી 61 KMPH ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. વીજળી પડવાની શક્યતા પણ 60% થી વધુ દર્શાવવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

વડોદરામાં આજે 16 મિમી અને જિલ્લામાં અત્યાર સુધીમાં 217.63 મિમી સરેરાશ વરસાદ :

જિલ્લા કંટ્રોલ રૂમ મુજબ વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 217.63 MM વરસાદ નોંધાયો છે. સૌથી વધુ શિનોર તાલુકામાં 383 MM અને ડભોઈમાં 259 MM વરસાદ પડ્યો છે. ગત 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 28.13 MM વરસાદ નોંધાયો છે. જેમાં કરજણ 52 MM, સિનોર 51 MM, પાદરા 30 MM, વડોદરા અને વાઘોડિયા 16-16 MM વરસાદ રહ્યો. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, વૃક્ષો પડવા અને ટ્રાફિક જામની શક્યતા દર્શાવી છે. નાગરિકોને પ્રતિકૂળ હવામાન દરમિયાન ઘરની અંદર રહેવા, ખુલ્લા મેદાનો અને પાણીના સ્ત્રોતોથી દૂર રહેવા અને વૃક્ષો નીચે આશ્રય ન લેવાની સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top