Vadodara

112 પોલીસ વાન પાસે રીલ બનાવી યુવકે વાંધાજનક ડાયલોક સાથે પોલીસને ફેંક્યો પડકાર

જેલ જાઓ રોજ જાઓ, લેકિન લડકી કે ચક્કર મેં નહિ…વાંધાજનક ડાયલોગ સાથે વીડિયો વાયરલ, પોલીસે તપાસ હાથ ધરી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.5

વડોદરા શહેરમાં એક યુવકે સોશિયલ મીડિયા પર પોલીસને પડકાર ફેંકતો વીડિયો મૂકીને ખળભળાટ મચાવ્યો છે. 112 જનરક્ષક પોલીસ વાન પાસે ઊભા રહીને આ ઇસમે વાંધાજનક ડાયલોગ સાથે રીલ બનાવી છે, જે હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.

વાયરલ વીડિયોમાં યુવક એમ કહેતો જોવા મળે છે કે, જેલ જાઓ રોજ જાઓ કોઈ દિગ્ગત નહિ, લેકિન કભી લડકી કે ચક્કર મેં નહિ, અગર કભી જેલ જાના હુઆ તો 307, 302 કરકે જાઓ. ઉલ્લેખનીય છે કે જૂની ભારતીય દંડ સંહિતા (IPC) મુજબ કલમ 307 હત્યાના પ્રયાસ અને કલમ 302 હત્યાના ગુના માટે લાગુ પડે છે. આ ગંભીર ગુનાઓમાં પોલીસ દ્વારા આ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસ વાન પાસે ઊભા રહીને આ પ્રકારનો ડાયલોગ બોલીને યુવકે જાહેરમાં કાયદા વ્યવસ્થાને પડકાર ફેંક્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ વડોદરા પોલીસ હરકતમાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વીડિયોમાં દેખાતા યુવકની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવા વાંધાજનક કન્ટેન્ટ મૂકી સમાજમાં ખોટો સંદેશ ફેલાવવા બદલ તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ યુવક કાસમઆલા ગેંગનો સાગરીત અને જેલમાંથી છૂટીને આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પોલીસે વાયરલ વીડિયોને આધારે આગળની કાર્યવાહી હાથધરી છે.

Most Popular

To Top