વડોદરા શહેરમાં લાલબાગ બ્રિજથી ઉતરી મુજમહુડા તરફ જતાં માર્ગ પર આજે એક ડેરીનો ટેમ્પો અકસ્માતનો ભોગ બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન અચાનક રોડના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું.
અકસ્માતના પગલે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. જોકે ટેમ્પોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.