Business

ઠંડે ઠંડે પાણી સે નહાના ચાહિયે

નિયમિત રીતે બરફવાળા ઠંડા પાણીમાં નહાવાથી / બેસવાથી , ડોક નીચેના આખા શરીરને રાખવાથી મગજમાં રીવાયરીંગ થાય છે અને તે ખૂબ જ ફાયદાકારક છે એમ અમેરિકામાં થયેલી રિસર્ચ માં સાબિત થયું છે. ઠંડા પાણીમાં શરીર રાખવાથી મગજમાં ડોપામિન નામનો અંતઃસ્ત્રાવ ૫૦૦ ઘણો વધારે ઉત્પન્ન થાય છે જે ‘ફીલ ગુડ’ ન્યુરોટ્રાન્સમિટર ઉત્પન્ન કરે છે અને શરીરને સારું લાગે છે . આ ઉપરાંત નોરએપિનેફ્રીનનામનો અંતઃસ્ત્રાવ જે ઉત્પન્ન થાય છે તે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં વધારો કરે છે . ઠંડા પાણીને કારણે શરીરમાં સીરોટોનીન,કોર્ટીસોલ અને બીટા એન્ડોરફીન નામના અંતઃસ્ત્રાવો પણ પેદા થાય છે જે માનસિક તણાવ, ડિપ્રેશન, ચિંતા વગેરેને ઓછી કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે .

ઠંડા પાણીને કારણે દુખાવામાં પણ રાહત મળે છે. ઉંઘ પણ સારી આવે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. ઠંડા પાણીને કારણે શરીરમાં જે ધ્રુજારી પેદા થાય છે તે ચરબીના કોષોમાંથી ચરબીને પણ ઓછી કરવામાં મદદ કરે છે. આધાશીશીના દુખાવામાં પણ રાહત થાય છે. એન્ડોરફીન ના કારણે મુડમાં પણ સુધારો જોવા મળે છે. ઠંડા પાણીમાં રહેવા માટે ૩૦ સેકન્ડ જેટલા સમયથી શરૂ કરી શકાય અને વધારેમા વધારે ત્રણથી પાંચ મિનિટ સુધી શરીરને અંદર રાખી શકાય. વારંવાર તમે ઠંડા પાણીમાં રહો છો તો દરેક વખતે તમારી તણાવ સહન કરવાની શક્તિ વધતી જાય છે, કાર્યશૈલીમાં પણ સુધારો થતો જાય છે અને મગજ પણ શાંત થાય છે.
અમેરિકા – ડૉ ચંદ્રેશ જરદોશ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top