Charchapatra

વિદેશનીતિ ચોકલેટી હોય શકે ખરી?

તાજેતરમાં આપણા મા. વડાપ્રધાનશ્રીએ તેઓની ઇટલીની મુલાકાત દરમ્યાન તેમના ત્યાંના સમકક્ષ મહોતરમાને ચોકલેટની નવાજેશ કરી, જે સમાચાર/તસ્વીરને અત્રે વ્યાપક જન પ્રસિધ્ધિ મળી. અહીં પ્રશ્ન એ છે કે વિદેશનીતિ શું ચોકલેટી હોય શકે ખરી? જવાબ રૂપે કહી શકાય કે આ પ્રકારની ચોકલેટી આપ-લે બે રાષ્ટ્રાધ્યકશો વચ્ચે  સારી વેવ લેન્થ હોય તો તેના પરિપાકરૂપે સંભવી શકે, પરંતુ તે થકી બે દેશો વચ્ચેના વ્યાપાર કે અન્ય વિધિસરની લેતીદેતી પર વ્યાપક અસર નીપજાવી  શકાય એમ માનવું કે મનાવવું ભૂલભરેલું હોવાનું . આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને લેતીદેતીમાં ધરીના સામ સામે છેડે  ઉભેલા બે રાષ્ટ્રો હંમેશાં લાભનું પલ્લુ પોતાની તરફ નમે એ માટે પ્રયત્નશીલ હોય છે અને એ વખતે નિજી સબંધો ઔપચારિક બની જાય છે. આમ વિદેશનીતિ કદી ચોકલેટી હોય શકે નહીં.
નવસારી        `-કમલેશ આર મોદી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top