નિવૃત્તિ: નિવૃત્તિનાં સમય પછી વ્યકિતએ સેવાકીય કાર્યમાં કોઇક સંસ્થા સાથે જોડાયને સમૂહજીવન તથા સંગીતમય કાર્યક્રમનો આનંદ માણતા રહો. પ્રવૃત્તિ: જે પણ પ્રવૃત્તિ હોય તે ગાયન હોય કે ગિટાર દિલથી માણો નવું શીખવાની વૃત્તિ રાખો. પ્રકૃત્તિ: સવાર-સાંજ-કુદરતી સૌંદય નિહાળો, ગાર્ડનમાં મોર્નીંગ વોકમાં જાવ ત્યાં પણ મિત્રોની સંગાથ કેળવો. મોબાઇલમાં કુદરતી-દૃશ્યો નિહાળવા કરતાં પ્રત્યક્ષ નાના પ્રવાસમાં જીવને કુદરતને માણો.સંસ્કૃતિ: દુનિયામાં ભારતીય સંસ્કૃતિ-ધર્મગ્રંથો ઘણાંજ ઉત્તમ તથા પ્રેરણાદાયી છે તમો તથા કુટુંબીજનો સાથે બેસી, આધ્યાત્મિક વાતાવરણ ઉજાગર કરો વિરાસતમાં આ સંસ્કૃતિની ભાવના ચોક્કસ આપના જીવ.
રાંદેર – દિપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રન મશીનગન સૂર્યવંશીનો વૈભવ
સૂર્યવંશી વૈભવ નામ પ્રમાણે ક્રિકેટની દુનિયાનો ઝળકતો સિતારો બની રહ્યો છે. એનું બેટ તો જાણે રનમશીનગન! ચોગ્ગા – છગ્ગાની રેલમછેલ! 14-15 વર્ષની ઉંમર અને અનેક રેકોર્ડ?! દેશ – વિદેશના મહાન ક્રિકેટરોએ પ્રશંસાનાં પુષ્પો વરસાવ્યાં. હજી આપણી ત્રિપુટી (સુનિલ, સચીન, કોહલી) એના હસ્તાક્ષરવાળું બેટ ભવિષ્યમાં લાખોમાં વેચાશે. રણજી – બણજીને બાજુ પર મૂકીને સીધો ત્રિકોણીય ટેસ્ટ જંગમાં બેટ ઘુમાવશે? જાણે શાળાના કોઈ હોશિયાર વિદ્યાર્થીએ બે વર્ષ સાથે કૂદાવ્યાં ! IPLની આક્રમક અને વિસ્ફોટક બેટીંગ એને ફળી અને શ્રીલંકાના ત્રિકોણીય જંગમાં ભારતીય ટીમ A માં સ્થાન મેળવ્યું.‘‘ લંકાના રાજદરબારમાં પહોંચવા માટેનો હનુમાન – કૂદકો ! કેટલીક વાર નિષ્ફળતા-સફળતાની સીડીનું પહેલું સોપાન બની જતી હોય છે.
– રમેશ એમ. મોદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.