Business

પુસ્તકાલયમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન

શ્રી સયાજીવૈભવ પુસ્તકાલયમાં દર વર્ષે ઉનાળુ વેકેશનમાં બાળકો અને યુવાનો માટે વિશ્વ પુસ્તક દિનથી વિવિધ સરાહનીય અને અનુકરણીય પ્રવૃત્તિઓ થશે. એનો લાભ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ પણ લેવા જેવો છે. બાળકો અને યુવાનો પુસ્તકોનું વાંચન કરશે અને તેઓએ જે પુસ્તકો વાંચ્યા છે તેનો સારાંશ પણ લખશે. બાળકો, યુવાનોને પ્રોત્સાહન માટે (નામો પણ આપવામાં આવશે. પુસ્તકો કોણે કેટલા વાંચ્યા  છે તેની નોંધ પણ રાખવામાં આવશે. બાળકો યુવાનોને સારા સંસ્કાર મળે અને તેઓમાં દેશભકિત જાગે એ માટે અમુક દિવસે સારી ફિલ્મો પણ બતાવવામાં આવશે. નાના બાળકોથી માંડી સર્વને માટે વાર્તા કથન અને લેખન પણ થશે.

નાના બાળકો કે યુવાનો ઉનાળાની સખત ગરમીમાં આઉટર ડોર રમતો રમે એના કરતાં અહીં પુસ્તકાલયમાં ઇનડોર ગેઇમ અને સાહિત્યિક પ્રવૃત્તિ કરે એ વધુ ઉચિત છે. બાળકો, યુવાનો આવી પ્રવૃત્તિઓ કરે છે તેઓ ભવિષ્યમાં વાર્તાકાર કે કવિ પણ બને છે. બાળકો મોટા થઇને ઊંચી પદવી પણ પામે છે અને પુસ્તકાલયને યાદ કરી કહે છે કે અમારા પાયામાં શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયનો ફાળો છે એના કારણે અમે ઘડાયા છે અમે પુસ્તકાલય માટે ગૌરવ લઇએ છીએ. આ પ્રવૃત્તિઓમાં વાલીઓ પણ સારો એવો સહયોગ આપે છે એ પણ એક આનંદની વાત છે.
નવસારી             – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top