Gujarat

અમદાવાદમાં ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે

21 મેના રોજ આયોજિત સેમિનારમાં પ્રવેશ પ્રક્રિયા, કારકિર્દી વિષયક માર્ગદર્શન અપાશે

અમદાવાદ

ધોરણ-10 પછીના પ્રથમ વર્ષ અને ITI/TEB ના કોર્ષ પછી બીજા વર્ષના ડિપ્લોમાં ઇજનેરી (C To D) ના કોર્સમાં પ્રવેશ માટે સરકારી પોલીટેકનિક, અમદાવાદ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનાર તા.21મી મેના રોજ સવારે 11:30 વાગ્યે સરકારી પોલીટેકનિક, અમદાવાદના સેમિનાર હોલ ખાતે યોજાશે. આ સેમિનારમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા, સંસ્થા અને કોર્ષ અંગેની માહિતી તથા કારકિર્દી વિષયક માર્ગદર્શન આપવામાં આવશે.

Most Popular

To Top