Gujarat

ગભરાટમાં પેટ્રોલ – ડીઝલ ખરીદવાનું ટાળો – PSU ઓઇલ કંપનીના જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જાતના નિયંત્રણો વિના ઇંધણનું વિતરણ ચાલુ છે

ગાંધીનગર,
પેટ્રોલ અને ડીઝલ બાબતની સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર (SLC) ગુજરાતે જણાવ્યું હતું કે, ઓઇલ અને ગેસ ક્ષેત્રને અસર કરતી પ્રવર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ હોવા છતાં, જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ — ઇન્ડિયન ઓઇલ, BPCL અને HPCL સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ (MS), ડીઝલ (HSD) અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) નો અવિરત પુરવઠો જાળવી રહી છે.

ઓઇલ ઉદ્યોગ તેના ટર્મિનલ્સ, ડેપો, LPG બોટલિંગ પ્લાન્ટ્સ અને રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપ) ધરાવતા વ્યાપક સપ્લાય નેટવર્ક દ્વારા ઇંધણની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. તમામ આઉટલેટ્સ પર ઇંધણ વિતરણની કામગીરી સુદ્રઢ રીતે ચાલી રહી છે અને નિર્ધારિત સુરક્ષા અને ઓપરેશનલ ધોરણોને અનુરૂપ, કોઈ પણ પ્રકારના નિયંત્રણો વિના પુરવઠો જાળવી રાખવામાં આવી રહ્યો છે.સપ્લાય ચેઇનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગ્રાહકોની વાસ્તવિક માંગને કાર્યક્ષમ રીતે પૂરી કરવા માટે સતત નવો પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. સ્થાનિક ગ્રાહકોને એલપીજી (LPG) નો પુરવઠો પણ સામાન્ય રીતે જાળવી રાખવામાં આવી રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં ડિલિવરી સુદ્રઢ રીતે આગળ વધી રહી છે.

જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સ્થાનિક પ્રજાજનો માટે અવિરત ઊર્જા પહોંચ સુનિશ્ચિત કરવા માટે લોજિસ્ટિક્સ, સ્ટોકની સ્થિતિ અને વિતરણ આયોજન પર નજીકથી સંકલન કરી રહી છે. પુરવઠાની એકંદર પરિસ્થિતિ સ્થિર છે અને સતત દેખરેખ હેઠળ છે.રાજયના સ્થાનિક લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની સામાન્ય ખરીદી પ્રક્રિયા ચાલુ રાખે અને બિનજરૂરી ગભરાટમાં આવીને ખરીદી કરવાનું ટાળે.

Most Popular

To Top