Gujarat

કિસાન પરિવહન યોજના હેઠળ સનેડા માટે અપાતી સહાય વધારીને હવે સામાન્ય ખેડૂતો માટે. ૬૦,૦૦૦ કરાઈ

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતો માટે સહાયની રકમ ૭૫,૦૦૦ કરાઈ

ગાંધીનગર,

ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કિસાન પરિવહન યોજના હેઠળ ‘સનેડો’ તરીકે ઓળખાતા “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર” કૃષિ સાધનની ખરીદી માટે ખેડૂતોને આપવામાં આવતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના અને મધ્યમ ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ મલ્ટીપર્પઝ કામો માટે “સનેડો” નામના ત્રિ-ચક્રી કૃષિ વાહનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતો અને વિવિધ સ્તરેથી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપીને રાજ્ય સરકારે સનેડાની ખરીદી માટે મળતી રૂ. ૨૫,૦૦૦ની સહાયમાં વધારો કર્યો છે.

હવે રાજ્યના સામાન્ય વર્ગના ખેડૂતોને સનેડાની ખરીદી માટે કુલ ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૬૦,૦૦૦ની સહાય મળશે. જ્યારે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો તથા મહિલા ખેડૂતોને સનેડાની ખરીદી પર કુલ ખર્ચના ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૭૫,૦૦૦ની સહાય મળશે.

Most Popular

To Top