આજના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોના જગતમાં સિલિકોન વેફર્સ અભિન્ન અંગ છે. જે રીતે ‘રેર અર્થ મિનરલ્સ’ માટે સમગ્ર વિશ્વનું (જેમાં અમેરિકા પણ આવી જાય) ચીન કાંડું મરડીને પોતાનું ધાર્યું કરાવી શકે છે, એ જ રીતે સિલિકોન વેફર્સ ઉત્પાદનમાં જો કોઈ પણ દેશ આત્મનિર્ભર ન હોય તો તેના સ્માર્ટફોન અને લેપટોપથી માંડીને અન્ય તમામ ઉપકરણોનું ઉત્પાદન ખોરવાઈ જઈ શકે છે. આવું ન થાય તે માટે જેને ‘વિશ્વની ફેક્ટરી’ તરીકે ઓળખવામાં આવે છે અને જે વૈશ્વિક ઉત્પાદનોમાં ૩૦ ટકા હિસ્સો ધરાવે છે, તે ચીન પોતાની આત્મનિર્ભરતા ન નંદવાય તે હેતુથી પોતાને જરૂરી એવી સિલિકોન વેફર્સનું ૭૦ ટકા ઉત્પાદન આ વર્ષના અંત સુધીમાં ઘરઆંગણે કરવાના નિર્ધાર સાથે આગળ વધી રહ્યું છે.
ચીનના ઉત્પાદકો માટે ચીનની સરકારના નિર્દેશ અનુસાર તેમનાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોમાં માત્ર ને માત્ર ચીનમાં જ ઉત્પાદિત ૧૨ ઇંચ-વેફર્સ સિલિકોન ચિપ્સ વાપરવાનું હવે ફરજિયાત થઈ ગયું છે. એવું નથી કે ચીન પોતે આત્મનિર્ભર બનવાના તેના તમામ લક્ષ્યાંકો પાર પાડવામાં સંપૂર્ણ સફળ રહ્યું છે, પણ ચિપ મેકર્સ માટે સિલિકોન વેફર્સની ૭૦ ટકા જરૂરિયાત ઘરઆંગણેના ઉત્પાદનથી પૂરી કરી આત્મનિર્ભર બનવાનું એક મોટું લક્ષ્યાંક ચીન સિદ્ધ કરશે તેમાં કોઈ શંકા દેખાતી નથી.
આમ છતાં, ચીની ઉત્પાદકો માટે જરૂરી ચિપ્સનું ૩૦ ટકા બજાર વિદેશી ઉત્પાદકો માટે ખુલ્લું રહેશે. આની સાથોસાથ ચીનના ઉત્પાદકો અત્યંત આધુનિક (એડવાન્સ્ડ) ચિપનું ઉત્પાદન કરવા ઉપર હવે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જ્યાં ચીન હાલ મહદ્ અંશે વિદેશી સપ્લાયરો ઉપર આધારિત છે. આ સિવાય ચીનની સ્થાનિક કંપનીઓ બાકીના તમામ ઉત્પાદકો માટે ઘરઆંગણે ઉત્પાદિત સિલિકોન વેફર્સનો ઉપયોગ કરીને બનાવેલી ચિપ્સ પૂરી પાડવા સક્ષમ છે. આપણે જાણીએ છીએ કે મોટા ભાગની લોજિક અને મેમરી ચિપ્સ એ સેમીકન્ડક્ટર્સ ઉત્પાદનનું પાયાનું મટીરીયલ છે.
અત્યાધુનિક ૧૨ ઇંચ (૩૦૦ મી.મી.) વેફર્સ મોટા ભાગના લોજિક અને મેમરી ચિપ્સના ઉત્પાદન માટે વપરાય છે, જ્યારે પ્રમાણમાં સામાન્ય કહી શકાય એવી ૮ ઇંચ વેફર્સ (જેમાં મહદ્ અંશે ચીન આત્મનિર્ભર થઈ ચૂક્યું છે) તે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને કેટલીક જૂના ઢાંચાની (ઓલ્ડર જનરેશન) ચિપ્સના ઉત્પાદનમાં વપરાય છે. ગયા ઓક્ટોબરમાં ચીનની મહાકાય સિલિકોન વેફર્સ કંપની ‘ઝિયાન એસવીન મટીરીયલ ટેકનોલોજી’ શાંઘાઈ સ્ટાર માર્કેટ એક્સચેન્જ ઉપર ઓક્ટોબર, ૨૦૨૫માં નોંધાઈ. કંપનીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૦૨૬ના અંત સુધીમાં તેની કુલ ઉત્પાદનક્ષમતા ૧૨ લાખ વેફર્સ પ્રતિ માસ થશે, જે ચીનની ૧૨ ઇંચ સિલિકોન વેફર્સનો ૪૦ ટકા હિસ્સો હશે. આ સાથે કંપનીનો વૈશ્વિક બજાર હિસ્સો ૧૦ ટકા કરતાં વધી જશે.
ચીનના અન્ય સિલિકોન વેફર્સ ઉત્પાદકોમાં નેશનલ સિલિકોન ઇન્ડસ્ટ્રી ગ્રુપ, ગંગયુઆન એડવાન્સ અને હેંગઝૌ લાયન માઇક્રો ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે, જેમાંથી મોટા ભાગની કંપનીઓ પોતાની ઉત્પાદનક્ષમતાનું વિસ્તરણ કરી રહી છે. ચીનની લગભગ તમામ કંપનીઓ પોતાની સિલિકોન વેફર્સની ઉત્પાદનક્ષમતા વધારી રહી છે, જેમાં એસવીન અગ્રસ્થાને છે.
વિશ્વની અગ્રણી કંપનીઓ જેવી કે માઇક્રોન, સીએસએમસી (CSMC), ગ્લોબલ ફાઉન્ડ્રીઝ અને યુનાઇટેડ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન જેવી કંપનીઓને અત્યારે એસવીન પોતાનાં ઉત્પાદનો પૂરાં પાડે છે. આ ઉપરાંત વૈશ્વિક કક્ષાના અગ્રણી ચિપ ઉત્પાદકો જેવા કે સૅમસંગ ઇલેક્ટ્રોનિક્સ અને એસ.કે. હાઈનિક્સ (જેમનો મોટો ઉત્પાદન બેઝ ચીનમાં છે) તેઓ પણ પોતાનાં હાલનાં ઉત્પાદનોની સમીક્ષા કરી રહ્યા છે. એસવીનની ૨૦૨૫માં આવક ૨.૬૪ અબજ યુઆન (૩૮.૫ કરોડ ડૉલર) સુધી પહોંચી હોવા છતાં આ કંપની હજુ નફો કરતી નથી.
ચીની ઉત્પાદકો તેમની વિશ્વભરમાં પથરાયેલી ફેક્ટરીઓમાં સિલિકોન વેફર્સ ચિપનું ઉત્પાદન આક્રમકતાપૂર્વક વધારી રહ્યા છે, જેને કારણે વિશ્વબજારમાં ચીની કંપનીઓનો હિસ્સો ૨૦૨૦માં ૩ ટકા હતો તે વધીને ૨૦૨૫માં ૨૮ ટકા થયો અને ૨૦૨૬માં ૩૨ ટકા થવાની ધારણા બર્નસ્ટેઈન રિસર્ચ વ્યક્ત કરે છે. અત્યાર સુધી સિલિકોન વેફર્સ માર્કેટ જાપાનીઝ કંપની શિન-એત્સુ કેમિકલ અને સુમકો દ્વારા પ્રભાવિત હતું. તે સિવાય દક્ષિણ કોરિયન અને યુરોપિયન ઉત્પાદકો પણ બજારમાં છે – આ તમામને પાછળ મૂકી ચીન આ ક્ષેત્રે જોરદાર પ્રગતિ કરી રહ્યું છે.
જો ચીન આટલી ઝડપથી વિસ્તરણ કરશે, તો શું માંગ કરતાં પુરવઠો વધી જવાની સ્થિતિ ચીની કંપનીઓને નડશે? તેના જવાબમાં નિષ્ણાતો કહે છે કે, ‘AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ એડવાન્સ્ડ ચિપ પેકેજિંગ (જેમાં મલ્ટીપલ વેફર્સને એકસાથે જોડવી પડે છે)’ જેવાં ક્ષેત્રો એટલી ઝડપથી વિસ્તરી રહ્યા છે કે માંગ કરતાં પુરવઠો વધી જાય તેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા ઓછી છે. આ જ કારણસર AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની વધતી માંગને લીધે ચિપ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જણાવ્યા મુજબ વૈશ્વિક કક્ષાએ સિલિકોન વેફર્સ શિપમેન્ટ્સમાં ૧૩ ટકાનો વધારો નોંધાયો હતો. ચીનની એસએમઆઈસી તેમજ બીઓએ ટેકનોલોજી જેવાં મુખ્ય ઉત્પાદકોએ હવે ઘરઆંગણે ઉત્પાદિત થતી સિલિકોન વેફર્સનો જ ઉપયોગ કરવાની ભલામણ કરી છે.
આમ, આવનારા સમયમાં સિલિકોન વેફર્સના ઉત્પાદનમાં મોટી ક્ષમતાવાળા એકમો સ્થાપીને ચીન આત્મનિર્ભરતા હાંસલ કરશે, જેના કારણે સેમીકન્ડક્ટર ચિપ્સના સપ્લાયમાં પણ ચીનનું વર્ચસ્વ રહેશે. ભારત અને ખાસ કરીને ગુજરાત છેલ્લા ત્રણેક વર્ષથી સેમીકન્ડક્ટર ચિપ્સનું હબ બનાવવાની વાતો કરે છે, પણ હજુ તેમાં નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. જ્યાં સુધીમાં આ એકમો પોતાનું ઉત્પાદન શરૂ કરશે, ત્યાં સુધીમાં તો ચીન સિલિકોન વેફર્સ તેમજ સિલિકોન વેફર્સ આધારિત સેમીકન્ડક્ટર ચિપ (જે AI થી માંડીને ડ્રાઈવરલેસ સિગ્નલ કમ્પ્યુટેશન જેવાં અગ્રિમ ક્ષેત્રોમાં વપરાય છે) ક્ષેત્રે વિશ્વનું મુખ્ય સપ્લાયર બની ચૂક્યું હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.