NCAHP એક્ટ મુજબ વન નેશન વન કરિક્યુલમ આધારિત 4 વર્ષનો ડિગ્રી કોર્સ,હોસ્પિટલ ટ્રેનિંગ સાથે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.14
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સિસ દ્વારા બેચલર ઓફ ન્યુટ્રીશન એન્ડ ડાયેટેટિક્સ (ઓનર્સ) નામનો નવો અંડરગ્રેજ્યુએટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2026-27થી પ્રવેશ શરૂ થઈ ગયા છે.
નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ NCAHP એક્ટ, 2021 મુજબ તૈયાર કરાયો છે. વન નેશન, વન કરિક્યુલમના ધ્યેય સાથે આ સમગ્ર દેશમાં એકસમાન અભ્યાસક્રમ લાગુ પડશે. કોર્સની મુખ્ય વિશેષતાઓમાં NCAHP આધારિત સ્ટાન્ડર્ડ કરિક્યુલમ જે રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ, ક્લિનિકલ અને હોસ્પિટલ એક્સપોઝર જેમાં વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળશે. રાષ્ટ્રીય સ્તરે માન્ય લાયકાત કોર્સ પૂર્ણ કર્યા બાદ દેશભરમાં નોકરીની તકો ઉભી થશે. કોર્સનો સમયગાળો 4 વર્ષ, ઈન્ટર્નશિપ સહિત ફુલ-ટાઈમ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ, લાયકાતમાં ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી સાથે 50% માર્ક્સ અને અંગ્રેજી વિષય ફરજિયાત રહેશે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ GCAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ નવા કોર્સથી ન્યુટ્રીશન અને ડાયેટેટિક્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ઉત્તમ તક મળશે.
B.Sc. ફૂડ સાયન્સ એન્ડ ક્વોલિટી કંટ્રોલમાં પ્રવેશ શરૂ : 35 બેઠકો માટે અરજી કરી શકાશે
ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સિસ દ્વારા B.Sc. ફૂડ સાયન્સ એન્ડ ક્વોલિટી કંટ્રોલ FSQC કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કોર્સમાં કુલ 35 બેઠકો ઉપલબ્ધ છે. આ 4 વર્ષનો ફુલ-ટાઈમ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે. જેમાં ઈન્ટર્નશિપ, ઓન-જોબ ટ્રેનિંગ અને રિસર્ચનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ફૂડ સેફ્ટી, હેન્ડ્સ-ઓન લેબ ટ્રેનિંગ, ફૂડ એનાલિસિસ જેવા વિષયો ભણાવાશે. સાથે ઈન્ડસ્ટ્રીયલ એક્સપોઝર અને ફેક્ટરી વિઝિટ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવશે. કોર્સ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ ફૂડ એન્ટરપ્રિન્યોર, ફૂડ ટેક્નોલોજિસ્ટ, R&D એક્સપર્ટ, ફૂડ ક્વોલિટી સુપરવાઈઝર તેમજ શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે છે. ધોરણ 12 કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ અને અંગ્રેજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટ સાથે 4 વર્ષનો કોર્સ, પ્લેસમેન્ટ સહાય અને પ્રેક્ટિકલ ટ્રેનિંગની સુવિધા :
B.Sc.ઓનર્સ ફૂડ્સ એન્ડ ન્યુટ્રીશન કોર્સ માટે શૈક્ષણિક વર્ષ 2026-27ના પ્રવેશ શરૂ કરાયા છે. આ કોર્સમાં કુલ 40 બેઠકો ઉપલબ્ધ છે. આ 4 વર્ષનો ફુલ-ટાઈમ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે. જેમાં 1 વર્ષે સર્ટિફિકેટ, 2 વર્ષે ડિપ્લોમા, 3 વર્ષે બેચલર ડિગ્રી અને 4 વર્ષે ઓનર્સ ડિગ્રી મેળવવાનો વિકલ્પ છે. કોર્સમાં ઈન્ટર્નશિપ, ઓન-જોબ ટ્રેનિંગ અને રિસર્ચનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને સ્કિલ-એન્હાન્સિંગ મલ્ટી-ડિસિપ્લિનરી કોર્સ, પ્રેક્ટિકલ હેન્ડ્સ-ઓન એક્સપોઝર અને પ્લેસમેન્ટ આસિસ્ટન્સ આપવામાં આવશે. કોર્સ કર્યા બાદ રિસર્ચ સંસ્થાઓ, ફૂડ એન્ડ બેવરેજ ઈન્ડસ્ટ્રી, હોસ્પિટલો, સરકારી ક્ષેત્રોમાં તથા એન્ટરપ્રિન્યોર તરીકે કારકિર્દી બનાવી શકાશે. ધોરણ 12 કોઈપણ પ્રવાહમાં અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોવું જરૂરી છે.
4 વર્ષના કોર્સમાં ફિલ્ડ વિઝિટ અને ન્યુટ્રીશન કેમ્પેઈનની ટ્રેનિંગ, ધો.12 પાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે :
B.Sc. પબ્લિક હેલ્થ ન્યુટ્રીશન કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કોર્સમાં કુલ 35 બેઠકો ઉપલબ્ધ છે. આ 4 વર્ષનો ફુલ-ટાઈમ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રા છે જેમાં ઈન્ટર્નશિપ, ઓન-જોબ ટ્રેનિંગ અને રિસર્ચનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, ન્યુટ્રીશન કેમ્પેઈન્સ, અવેરનેસ ડ્રાઈવ્સ તેમજ ફિલ્ વિઝિટ અને કોમ્યુનિટી સર્વેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ કોર્સ સમુદાય સ્તરે પોષણ અને આરોગ્ય સુધારવા માટે પ્રોફેશનલ્સ તૈયાર કરશે. કોર્સ બાદ ન્યુટ્રીશન એક્ઝિક્યુટિવ CSR, કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓફિસર, ન્યુટ્રીશન કાઉન્સેલર, ન્યુટ્રીશન ઓફિસર, પોલિસી રિસર્ચર ઉપરાંત IT ફર્મ્સમાં હેલ્થ પ્રોફેશનલ અને શૈક્ષણિક ક્ષેત્રે તકો ઉપલબ્ધ છે. ધોરણ 12 કોઈપણ પ્રવાહમાં અંગ્રેજી વિષય સાથે પાસ હોવું જરૂરી છે
NEET વગર MSUમાં બેચલર્સ ઓફ ન્યુટ્રીશન એન્ડ ડાયેટેટિક્સમાં પ્રવેશ :
મેડિકલ ફિલ્ડમાં NEET વગર હોસ્પિટલમાં કામ કરવાની તક મળી રહી છે. ફૂડ્સ એન્ડ ન્યુટ્રીશન દ્વારા બેચલર્સ ઓફ ન્યુટ્રીશન એન્ડ ડાયેટેટિક્સ BND કોર્સ માટે પ્રવેશ શરૂ કરાયા છે. કુલ 35 મર્યાદિત બેઠકો ઉપલબદ્ધ છે. આ કોર્સ NCAHP એક્ટ 2021 મુજબનો છે. જેમાં રિગરસ ક્લિનિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. કોર્સ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં કામ કરી શકશે અને ક્લિનિકલ ન્યુટ્રીશન એક્સપર્ટ બની શકશે. ધો.12 કોઈપણ પ્રવાહમાં અંગ્રેજી વિષય સાથે પાસ હોવું જરૂરી છે. એવિડન્સ-બેઝ્ડ પેક્ટિસ દ્વારા મેક અ રિયલ ઈમ્પેક્ટ કરવાની તક મળશે.