કોઈપણ માનવી સંવેદનશીલ છે એ તો જાણી શકાય. કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ અકસ્માતમાં ઘવાઈ, તો હોસ્પિટલ પહોચાડે, વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં સાચું માર્ગદર્શન પુરૂ પાડે, નિઃસહાય ને સહાય કરે,આ પ્રકારના અનેક ઉદાહરણો આપી શકાય. પરંતું ઍક વ્યક્તિની બીજા વ્યકિત પ્રત્યે ની માનસિકતા જાણી શકાય નહી ઘણી વખત વ્યકિત માનસિકતા થી પીડાય છે એટલે કે પોતાને જ અન્ય વ્યકિત કરતાં નબળો માનવા લાગે સામેની વ્યકિત ની જાતિ, જ્ઞાતિ થી અંજાય જાય ત્યારે પોતાના મા રહેલી શકિતને બહાર લાવી શકતો નથી પોતે જ લઘુતા ગ્રંથીથી પીડાય છે ત્યારે ન ઘરનો ન ઘાટનો રહે છે માટે માનવીમાં રહેલી માનવતા અને માનસિકતા વચ્ચે પાતળી ભેદ રેખા છે એમ કહીએ તો ખોટું નથી.
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.