અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ મૌની-સૂરજ વચ્ચે બધું ઠીક નથી? ઇન્સ્ટાગ્રામ અનફોલો બાદ મૌની રોયના છૂટાછેડાની અફવાઓ વાયરલને લઈને સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અટકળો તેજ બની છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા હોવાની ચર્ચાએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. લગ્નના ચાર વર્ષ બાદ તેમના સંબંધોમાં ખટાશ આવી હોવાની અફવાઓ હવે ઓનલાઇન વાયરલ થઈ રહી છે. મૌની અને સૂરજ જાન્યુઆરી 2022માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. લગ્ન બાદ બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો અને પ્રેમભરી પોસ્ટ્સ શેર કરતા જોવા મળતા હતા. જોકે, તાજેતરમાં બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા હોવાની વાત સામે આવતા ફેન્સમાં ચિંતા વધી ગઈ છે. ખાસ વાત એ છે કે બંનેના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર હજુ પણ લગ્નની તસવીરો અને જૂની પોસ્ટ્સ જોવા મળી રહી છે. એટલે હજુ સુધી સ્પષ્ટ રીતે કંઈ કહી શકાય તેમ નથી. મૌની કે સૂરજમાંથી કોઈએ પણ આ અફવાઓ અંગે સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સોશિયલ મીડિયા પર ફેન્સ સતત અંદાજ લગાવી રહ્યા છે કે શું બંને વચ્ચે ખરેખર કોઈ સમસ્યા ચાલી રહી છે કે પછી આ માત્ર સામાન્ય ઓનલાઇન એક્ટિવિટી છે. ઘણા ફેન્સે બંનેને ફરી સાથે જોવા અને આ અફવાઓ પર સ્પષ્ટતા કરવાની માંગ પણ કરી છે. સૂરજ નાંબિયાર દુબઈ સ્થિત બિઝનેસમેન અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. તેઓ મૂળ બેંગલુરુના જૈન પરિવારમાંથી આવે છે. મૌની અને સૂરજની પહેલી મુલાકાત દુબઈમાં થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે નજીકતા વધી હતી. બંનેએ જાન્યુઆરી 2022માં ગોવાના કેન્ડોલિમ ખાતે આવેલા હિલ્ટન ગોવા રિસોર્ટમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેમના લગ્ન મલયાલી અને બંગાળી બંને પરંપરાઓ મુજબ યોજાયા હતા. તે સમયે બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
લગ્ન બાદ મૌનીએ એક ભાવુક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, “અંતે મને તે મળી ગયો છે.” બીજી તરફ સૂરજે પોતાને દુનિયાનો સૌથી નસીબદાર માણસ ગણાવ્યો હતો. બંનેની કેમેસ્ટ્રી અને પ્રેમભર્યા પોસ્ટ્સને ફેન્સ ખૂબ પસંદ કરતા હતા. અંગત જીવનને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મૌની રોય હાલમાં તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તે ટૂંક સમયમાં ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન કરી રહ્યા છે. રોમેન્ટિક કોમેડી આધારિત આ ફિલ્મમાં વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મૌની રોય ઉપરાંત ફિલ્મમાં મનીષ પોલ, ચંકી પાંડે અને જીમી શેરગિલ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 5 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પહેલા ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરાયો હતો, પરંતુ બાદમાં ફરી મૂળ તારીખ પર જ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફેન્સની નજર મૌની અને સૂરજ તરફથી આવનારી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા પર ટકેલી છે. ત્યાં સુધી સોશિયલ મીડિયા પર તેમની છૂટાછેડાની ચર્ચાઓ યથાવત્ રહેવાની શક્યતા છે.