Gujarat

​ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપની વિજય તરફ આગેકૂચ , કોંગ્રેસ અને અન્ય પક્ષોના સૂપડા સાફ

ગાંધીનગર,

​ગુજરાતમાં હાલમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થવાની શરૂઆત થઈ છે. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ અભૂતપૂર્વ વિજય મેળવીને રાજ્યભરમાં પોતાનો કેસરીયો લહેરાવ્યો છે. મહાનગરપાલિકાથી લઈને જિલ્લા પંચાયત સુધીના તમામ સ્તરે ભાજપે વિરોધ પક્ષોને કારમી પરાજય આપી છે.

​ ભાજપે તમામ ચાર સ્તરે બહુમતી સાથે જીત નોંધાવી છે:

​રાજય ચૂંટણી આયોગ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે સવારે 11 વાગ્યા સુધીના જાહેર થયેલા પરિણામોના આંકડાઓ પર નજર કરીએ તો, મહાનગરપાલિકામાં ભાજપે 357 બેઠકો સાથે જંગી બહુમતી મેળવી છે, જ્યારે તેની સામે કોંગ્રેસને માત્ર 20 બેઠકો મળી છે. અન્ય પક્ષોને 4 બેઠકો મળી છે. નગરપાલિકામાં પણ ભાજપ 799 બેઠકો સાથે મોખરે રહ્યું છે, જ્યારે કોંગ્રેસને 109 અને અન્યના ફાળે 34 બેઠકો આવી છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો ત્યાં ભાજપે 633 બેઠકો પર વિજય મેળવ્યો છે, તેની સામે કોંગ્રેસે 102 અને અન્ય પક્ષોએ 47 બેઠકો કબજે કરી છે. અંતે, જિલ્લા પંચાયતમાં પણ ભાજપે 141 બેઠકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર 12 અને અન્યને 10 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.

​મહાનગરપાલિકામાં એકહથ્થુ શાસન: મહાનગરપાલિકાઓમાં ભાજપે 357 બેઠકો મેળવીને વિરોધ પક્ષોને માત્ર સિંગલ ડિજિટ કે નહિવત બેઠકો પર સીમિત કરી દીધા છે.
​કોંગ્રેસની પીછેહઠ: રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઓળખાતી કોંગ્રેસનું પ્રદર્શન આ વખતે અત્યંત નબળું રહ્યું છે. ખાસ કરીને જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં કોંગ્રેસની સ્થિતિ ઘણી દયનીય જોવા મળી રહી છે.મનપામાં કોંગીને 20 બેઠકો મળી છે.

નગરપાલિકા અને પંચાયતોમાં દબદબો: ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પણ ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તાલુકા પંચાયતની 633 અને નગરપાલિકાની 792 બેઠકો પર ભાજપે જીત મેળવી છે.
​આ પરિણામો દર્શાવે છે કે મતદારોએ વિકાસના મુદ્દા પર ભરોસો મૂકીને ફરી એકવાર ભાજપને સત્તા સોંપી છે. આ જીત બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ વિરોધ પક્ષોમાં હારના કારણો પર મંથન શરૂ થયું છે.

Most Popular

To Top