Nadiad

નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો : વોર્ડ નંબર 1, 6 અને 10માં કેસરીયો લહેરાયો

(પ્રતિનિધિ) નડિયાદ, તા.28
નડિયાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે અનેક બેઠકો પર વિજય મેળવીને કોંગ્રેસ અને અપક્ષોને જોરદાર પછડાટ આપી
નડિયાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ના અંતિમ પરિણામો જાહેર થતાની સાથે જ શહેરના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ વોર્ડ નંબર 1, 6 અને 10માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જંગી બહુમતી સાથે જીત મેળવી છે. આ બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ મતદારોએ ભાજપના ઉમેદવારો પર પસંદગી ઉતારી છે.
વોર્ડ નંબર 1માં ભાજપના ભાવિશાબેન પટેલ અને પરેશભાઈ પટેલ સહિતના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે, જેમાં ભાવિશાબેન પટેલને સૌથી વધુ 6385 મતો પ્રાપ્ત થયા છે. આ વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનુભાઈ ચૌહાણને માત્ર 1207 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. તેવી જ રીતે વોર્ડ નંબર 6માં પણ ભાજપની પેનલનો વિજય થયો છે, જેમાં રીપુ પટેલને 6572 અને શિલ્પનકુમાર પટેલને 5820 મતો મળ્યા છે. કોંગ્રેસના અનિરુદ્ધસિંહ પરમાર 3807 મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા.
વોર્ડ નંબર 10ની સ્થિતિ જોતા અહીં પણ ભાજપના ઉમેદવારોએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભૂમિકાબેન પટેલને 6779 મતો મળ્યા છે, જ્યારે મેઘાબેન પટેલને 5251 મતો પ્રાપ્ત થયા છે. કોંગ્રેસના ઉમેદવાર અલ્પાબેન લખમાણીને 2376 મતો મળ્યા હતા. આ પરિણામો જોતા સ્પષ્ટ થાય છે કે મોટાભાગના વોર્ડમાં ભાજપના ઉમેદવારો પાંચ હજારથી વધુ મતો મેળવવામાં સફળ રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષના ઉમેદવારો બેથી ત્રણ હજારના આંકડા સુધી જ પહોંચી શક્યા છે.

Most Popular

To Top