કોંગ્રેસ અને અપક્ષને એકપણ બેઠક નહીં, ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ
પરિણામ જાહેર થતા કાર્યકરોમાં આનંદનો માહોલ
ડભોઇ નગરપાલિકાના વોર્ડ નં. 1માં ભાજપે ચારેય બેઠકો પર જીત મેળવી ક્લીન સ્વીપ નોંધાવ્યો છે. આ વોર્ડમાં કોંગ્રેસ તથા અપક્ષ ઉમેદવારોને એકપણ બેઠક પ્રાપ્ત થઈ નથી, જેના કારણે ભાજપનું સ્થાનિક સ્તરે મજબૂત પ્રભુત્વ જોવા મળ્યું છે.
પરિણામ જાહેર થતાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો અને વિજયની ઉજવણી કરવામાં આવી હતી. વોર્ડ નં. 1ના પરિણામે ડભોઇ નગરપાલિકાની કુલ રાજકીય સ્થિતિ પર પણ નોંધપાત્ર અસર પડશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.