Gujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 100% મતદાન કરો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના મતદારોને અપીલ

મતદાન માત્ર અધિકાર નહીં, નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય, વિકસિત ભારતથી વિકસિત ગુજરાત માટે મતદાન જરૂરી : રાજ્યમાં આવતીકાલે તા. 26 એપ્રિલ, રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી Bhupendra Patelએ રાજ્યના તમામ મતદારોને 100 ટકા મતદાન કરવા હાર્દિક અપીલ કરી છે.

લોકશાહીના આ પવિત્ર મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તેમણે સૌને અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી એ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકનું પવિત્ર કર્તવ્ય પણ છે. દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપશે અને લોકશાહીને વધુ મજબૂત બનાવશે.તેમણે રાજ્યના તમામ મતદારોને પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવાની સાથે સાથે પરિવારજનો, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવા ખાસ અપીલ કરી છે.

મુખ્યમંત્રી એ “100 ટકા મતદાન”નો સંકલ્પ લઈને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા સૌને સહભાગી થવા આહ્વાન કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી રાજ્યના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ખાસ કરીને વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે 26 એપ્રિલે અવશ્ય મતદાન કરો, તેવી હાર્દિક અપીલ મુખ્યમંત્રી એ રાજ્યના તમામ મતદારોને કરી છે.

Most Popular

To Top