Sports

Royal Challengers Bengaluruની મોટી જીત પછી IPL 2026 પોઈન્ટ્સ ટેબલ અપડેટ

ટોપ-2માં એન્ટ્રી, Gujarat Titansને નુકસાન

IPL 2026માં Virat Kohliની શાનદાર ઇનિંગ્સના આધારે Royal Challengers Bengaluruએ Gujarat Titans સામે હાઈ-સ્કોરિંગ થ્રિલર મેચમાં 5 વિકેટે જીત નોંધાવી છે. આ જીત બાદ IPL 2026ની પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે અને RCB સીધી ટોપ-2માં પહોંચી ગઈ છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં Gujarat Titansએ પહેલા બેટિંગ કરીને 205 રન બનાવ્યા હતા. તેના જવાબમાં RCBએ 206 રનનો ટાર્ગેટ 18.5 ઓવરમાં હાંસલ કરીને મેચ પોતાના નામે કરી લીધી. વિરાટ કોહલીએ 81 રનની જબરદસ્ત ઇનિંગ્સ રમી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આ જીત સાથે RCBને બે મહત્વપૂર્ણ પોઈન્ટ મળ્યા છે. હવે ટીમે 7 મેચમાં 5 જીત મેળવી કુલ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને સ્થાન મેળવ્યું છે. સાથે જ ટીમનો નેટ રન રેટ પણ મજબૂત +1.101 રહ્યો છે, જે પ્લે-ઓફની દોડમાં ટીમને મજબૂત સ્થિતિમાં લઈ જાય છે. હાલની પોઈન્ટ્સ ટેબલ મુજબ પ્રથમ સ્થાન પર Punjab Kings છે, જેમણે 6 મેચમાં 5 જીત સાથે 11 પોઈન્ટ મેળવ્યા છે. ત્રીજા સ્થાને Rajasthan Royals 7 મેચમાં 10 પોઈન્ટ સાથે છે, પરંતુ નેટ રન રેટમાં RCB પાછળ છે. ચોથા સ્થાને Sunrisers Hyderabad 8 પોઈન્ટ સાથે છે.

તે ઉપરાંત પાંચમા સ્થાને Chennai Super Kings, છઠ્ઠા સ્થાને Delhi Capitals અને સાતમા સ્થાને Gujarat Titans . જ્યારે Mumbai Indians આઠમા, Lucknow Super Giants નવમા અને Kolkata Knight Riders દસમા સ્થાને છે.RCBની આ જીત માત્ર એક સામાન્ય વિજય નહોતો, પરંતુ પ્લે-ઓફ માટેની રેસમાં ટીમને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે. વિરાટ કોહલીના અનુભવ અને ફોર્મને ધ્યાનમાં લેતા RCB હવે ટાઈટલ માટેના મુખ્ય દાવેદારોમાંની એક બની રહી છે.

Most Popular

To Top