Charchapatra

ત્રિરંગી પ્રકૃતિ

વર્ષાઋતુ, શિયાળો અને ઉનાળો એમ મુખ્યત્વે ત્રણ ઋતુઓ ભારતમાં આવે છે પણ એક જ દિવસમાં ત્રિવિધ અનુભવ થાય એવું કયારેક જ બને છે. રાષ્ટ્રધ્વજ ત્રિરંગાની જાણે છાયા વરતાઈ હોય  તેવું લાગ્યું. વળી માનવકાયાની ત્રિવિધ અવસ્થાઓનું પ્રતિબિંબ પડયું. સુરત જિલ્લામાં સવારે ચોમાસું, બપોરે ઉનાળો અને રાત્રે શિયાળો વીસમી ફેબ્રુઆરીએ અનુભવાયાં. સવારે માવઠું પડયું, તો બપોરે તાપમાન વધતાં ઉનાળો અનુભવાયો. સાંજે ઉત્તરના પવનને લીધે ઠંડી અનુભવાઈ, હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં હાલ ત્રણ અલગઅલગ સિસ્ટમ સક્રિય છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયકલોનિક સર્કયુલેશન અને ટ્રફની અસરને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. તાપમાનમાં સુધારો થતાં હવામાન સૂકું થઇ જાય છે અને નોંધપાત્ર ઘટાડો થાય છે. પવન ફૂંકાય છે. કમોસમી વરસાદ ભલે જનજીવન ખોરવે પણ ત્રિરંગી પ્રકૃતિનાં દર્શન પણ થાય છે. ખેડૂતોને ચિંતા થવાનું કારણ ઓચિંતા હવામાન પલટાની હકીકત બને છે. કુદરતના ખેલ ગજબના છે. ચાંદ અને અન્ય ગ્રહો સરકારનાર માનવપ્રકૃતિનાં રહસ્યો પામવા મથે છે તો બીજી તરફ અણુ-પરમાણુ અખતરાયે કરે છે. આવા અખતરા તો ખતરાથી ભરેલા રહે છે. ત્રિરંગી પ્રકૃતિ દ્વારા અનેક સંકેતો સાંપડે છે, આશા રાખીએ કે માનવસમાજને તે સમજાય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top