અમદાવાદ: ભક્તોના આધ્યાત્મિક પ્રવાસને વધુ પવિત્ર અને યાદગાર બનાવવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે. ટ્રસ્ટ દ્વારા આગંતુક ભક્તોને પ્રસાદ, લઘુયજ્ઞ કીટ તેમજ સોમગંગા નિર્માલ્ય જળ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ત્રિ-દિવસીય આધ્યાત્મિક પ્રવાસ દરમિયાન ઉત્તરપ્રદેશથી પધારેલા ભક્તો વિવિધ પવિત્ર તીર્થસ્થળોના દર્શનનો લાભ લેશે. પ્રવાસમાં ભાલકા તીર્થ, ભીડભંજન મહાદેવ, બાણગંગા, રામ મંદિર, ગોલોકધામ તીર્થ, પ્રોમોનેડ વોક વે તથા ત્રિવેણી સંગમ જેવા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોને આરામદાયક અને યાદગાર અનુભવ મળે તે માટે તમામ સ્થળોએ ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભક્તોને પ્રેમપૂર્ણ આતિથ્ય સાથે માર્ગદર્શન, સુવિધાઓ અને સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ આયોજનથી ભક્તોમાં આનંદ અને આધ્યાત્મિક ઉર્જાનો માહોલ જોવા મળ્યો છે, અને સૌએ ટ્રસ્ટની વ્યવસ્થાઓને વખાણી છે.