દેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડને “હું પપ્પા સાથે છું, ફોન ન કરશો” એવો ઓડિયો મેસેજ મોકલ્યા બાદ થોડા જ સમયમાં તેની શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. બાદમાં મળેલા મૃતદેહને લઈને કેસે ગંભીર વળાંક લીધો છે અને પોલીસ તપાસ તેજ કરી છે.
ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત ટીંહટ થાણા ખાતે આ ઘટના બનવા પામી છે,ઓડિયો મેસેજ પછી અચાનક સંપર્ક તૂટી ગયો
માહિતી અનુસાર યુવતીએ ઘટનાથી થોડા સમય પહેલા પોતાના બોયફ્રેન્ડને ઓડિયો મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે તે પોતાના પિતા સાથે છે અને ફોન ન કરવા કહ્યું હતું. આ મેસેજ પછી યુવતીનો સંપર્ક અચાનક તૂટી ગયો, જેના કારણે નજીકના લોકોમાં શંકા ઊભી થઈ હતી.
થોડા સમય બાદ યુવતી ગુમ થઈ હોવાની માહિતી સામે આવી અને શોધખોળ શરૂ કરવામાં આવી. જો કે તપાસ દરમિયાન યુવતી નો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, શોધ દરમિયાન પોલીસને યુવતીનું મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા અને કેસને હત્યા તરીકે તપાસ હેઠળ લીધો છે.
પ્રાથમિક તપાસમાં અનેક સંદિગ્ધ પરિસ્થિતિઓ સામે આવી રહી છે. :પરિવાર અને ઓળખીતાઓના નિવેદનો નોંધાયા
પોલીસે યુવતીના પરિવારજનો, મિત્રવર્તુળ અને ખાસ કરીને જેને ઓડિયો મેસેજ મોકલાયો હતો તે વ્યક્તિના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. ઓડિયો મેસેજ તપાસમાં મહત્વપૂર્ણ કડી બની શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી,
પરિવારજનોએ ઘટનાને લઈને ગંભીર શંકા વ્યક્ત કરી છે અને સંપૂર્ણ સત્ય બહાર લાવવાની માંગ કરી હતી.
પોલીસ વિવિધ એંગલથી તપાસમાં લાગી અને ચોકી ગઈ હતી, પિતા એ જ પોતાની દીકરી ની હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે,હત્યા કરાયા બાદ લાશ ને સંગેવગે કરવાનો પ્રયાસ કરી પરત ઘરે પોહચી ગયો હતો પિતા અને પોતાની દીકરી ની મિસિંગ ફરિયાદ પણ ઓનલાઇન નોંધાવી હતી,મૃતક કિશોરીના દાદા ખુદ રિટાયર્ડ પી આઈ હોવાથી એમને પણ શંકા ગઈ હતી કે કઈ તો અજુગતું બન્યું છે.
સગીર મૃતકના દાદા ને જ પોતાના પુત્ર પર શંકા હોવાની વાત પોલીસને કરી હતી અને યુવતી ના બોય ફ્રેન્ડ સુધી પોલીસ પોહચી અને પેલો ઓડિયો સામે આવ્યો જે કિશોરીએ પોતાના બોય ફ્રેન્ડ ને કર્યો હતો. મોબાઈલ ડેટા, કોલ રેકોર્ડ, સ્થળ પરથી મળેલા પુરાવા અને યુવતીના છેલ્લાં સંપર્કોની માહિતીના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.આરોપી વિજયકુમાર ચોબે એ પોતાની 16 વર્ષની દીકરી ની મિસિંગ ફરિયાદ પણ IGRS પર કરી હતી જેથી કોઈ ને શખ ન જાય, આરોપી પિતાની ધરપકડ બાદ ખુલાસો થયો કે પોતાની દીકરીના પ્રેમ સંબંધ ના કારણે આ હત્યા કરી છે,કાર માં સુતેલી દીકરી નું ઊંઘ માં જ ગળું દબાવી ને હત્યા કરી નાખી હતી,આરોપી પિતા નો મિત્ર અબ્દુલ મન્નાન પણ સાથે હતો,પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.