Vadodara

વડોદરા : માથાભારે સુન્ની બ્રધર્સનો આતંક ફરી વધ્યો, હુસેન અને હસન સુન્નીનો વેપારી પર હુમલો

કારેલીબાગ તથા નવાયાર્ડ વિસ્તારમાં વેપારીને આંતરી માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી, ગેંગના બે આરોપીની ધરપકડ

હુસેન સુન્નની સહિતની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો પણ નોંધાયો હતો

વડોદરા તા.20

કારેલીબાગના કાસમઆલા વિસ્તારમા રહેતા માથાભારે સુન્ની બ્રધર્સનો આતંક ફરી વધી રહ્યો છે. હાથીખાનાના વેપારીને માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની બે અલગ અલગ ફરિયાદ કુંભારવાડા તથા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં પોલીસે ગેંગના ગુલામ તથા સાહબાસઝની ધરપકડ કરી લીધી છે જ્યારે બંને માથાભારે હુસેન અને હસન સુન્ની હજુ ઝડપાયા નથી.

કારેલીબાગના હાથીખાના વિસ્તારમાં રહેતા નાવેદઅલી મહોરમઅલી અંસારી (ઉંમર 34) જે મજૂરી તથા રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે નોંધાવી ફરિયાદ મુજબ, તેઓ ઓટો રિક્ષા દૈનિક રૂ.200 ભાડે લઈને ચલાવે છે. ગત 2 એપ્રિલના રોજ સવારે આશરે 8 વાગ્યે તેઓ પોતાની રિક્ષા લઈને હાથીખાના પાણીના પરબ રિક્ષા સ્ટેન્ડ પાસે ઉભા હતા.
દરમિયાન એક કારમાં રીઢો આરોપી અને માથાભારે હુસેન કાદરમિયા સુન્ની અને મોહમ્મદ હલીમ ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ તેમની પાસે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની સાથે ગાળા ગાળી આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે હુસેન સુન્નીએ નાવેદઅલીને પોતાના ભાઈના બાળકોને રિક્ષામાં સ્કૂલ મૂકવા ન જવા તથા તેની પત્નીનો ફોન આવે તો સેવા ન આપવા માટે દબાણ કર્યું હતું. સાથે જો તું ‘નહીં માને તો તને જીવતો નહીં છોડું’ કહી ધમકી આપી અને ગાલ પર થપ્પડ મારી માર માર્યો હતો.
ત્યારબાદ મોહમ્મદ હલીમએ પણ ‘અમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરશો તો સુરસાગરમાં નાખી દેઈશું’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રારંભમાં ભયના કારણે નાવેદઅલીએ ફરિયાદ નોંધાવી નહોતી, પરંતુ ત્યારબાદ પણ આરોપીઓ ફતેગંજ વિસ્તારમાં તેમને હેરાન કરતા હોવાથી તેમણે 19 એપ્રિલના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
બીજા બનાવમાં વિસ્તારમાં રહેતા નાવેદઅલી અન્સારી 19 એપ્રિલના રોજ પેપર પસ્તી ગોડાઉન પર લઈને જતા હતા. તે દરમિયાન નવા યાર્ડ વિસ્તારમાં જુના ઝઘડાની અદાવત રાખીને હુસેન સુન્નીનો ભાઈ હસન સન્ની સહિત અન્ય માથાભારે શખસો રિક્ષામાં બેસીને ત્યાં ધસી આવ્યા હતા. ત્યારબાદ ગુલામ અને શાહબાઝે વેપારીને પકડી રાખ્યા હતા જ્યારે માથાભારે હસન સન્નીએ તે મારા ભાઈ હુસેન સુન્ની વિરુદ્ધ પોલીસમાં અરજી કેમ આપી હતી તેમ કહી માર માર્યા બાદ છરો બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવતા પોલીસે સાહબાજ અને ગુલામ ની ધરપકડ કરી છે જ્યારે હુસેન અને હશન સુન્નીને વોન્ટેડ જાહેર કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાસમ આલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસેન અને હસનની વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ ફરિયાદ સાથે ગુજસીટોકનો ગુનો પણ દાખલ થયો છે.

Most Popular

To Top