Charchapatra

વ્યક્તિનો મિજાજ

આપણા જીવનમાં આપણે સૌને એક જ માપદંડથી માપીએ છીએ. વળી આપણે ઇચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ આપણા જેવું જ વિચારે. આપણા જેવું જ જીવન જીવે, આપણા જેવી જ ભક્તિ કરે પણ દરેક વ્યક્તિનો મિજાજ અલગ હોય છે. પૃથ્વી પર રહેલાં કરોડો લોકોનાં ફિંગર પ્રિન્ટસ અલગ છે. તેમ તેમની જીવન જીવવાની પદ્ધતિ પણ મિક્ષ છે. કોઇ માટે ભક્તિ એટલે મંદિરમાં જઇને કલાકો બેસવું તો કોઇ માટે ભક્તિ એટલે ભૂખ્યાને ભોજન કરાવવું, જીવનમાં આપણે  મહેનત કરીએ છીએ, જે અભ્યાસ કરીએ છીએ તે આપણને અન્યોથી અલગ પાડે છે. એવી જ રીતે એક જ શબ્દ જો પ્રેમથી બોલાય તો અમૃત બની જાય છે. કડવાશથી બોલાય તો ઝેર શબ્દ કરતાં શબ્દ પાછળનો ભાવ જ મહત્ત્વનો છે. તુંડે તુંડે મતિ ર્ભિન્ના કહેવાયું છે.
ગંગાધરા – જમિયતરામ શર્માઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઉમંગ પ્રકલ્પનું ગુજરાતી ચલચિંત્ર દ્વારા મનોરંજન
અખિલ હિંદ મહિલા પરિષદ સુરત શાખાના ઉમંગ પ્રકલ્વ અંર્તગત સભ્ય બહેનો માટે માતૃભાષા સંવર્ધન માટે ગુજરાતી ચલચિત્ર લગન લાગી રે નું આયોજન કરવામાં આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમ ફાલ્ગુનીબેન જાગીરદાર દ્વારા સફળતા પૂર્વક રજૂ થયો હતો. અધ્યક્ષ વર્ષાબેન ઠક્કર તથા પ્રમુખશ્રીએ આભાર વ્યકિત કર્યો હતો. સભ્ય બહેનોએ આનંદપૂર્વક ચલચિત્ર નિહાળ્યું હતું.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top