Gujarat

કડીમાં નીતિન પટેલનો ગઢ અકબંધ, 28 બેઠક બિનહરીફ

ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. એક તરફ મહેસાણાના કડીમાં ભાજપે મતદાન પહેલા જ સત્તા કબજે કરી લીધી છે, તો બીજી તરફ કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયા અને તંત્રની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ગઢ ગણાતા કડીમાં ભાજપે વિપક્ષને મેદાનમાંથી આઉટ કરી દીધો છે. કડી નગરપાલિકાની કુલ 36 બેઠકમાંથી 28 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વોર્ડ નંબર 1, 3 અને 6 માં આખી પેનલ બિનહરીફ થતા ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે. હવે માત્ર 8 બેઠકો પર જ મતદાન થશે. છેલ્લા 40 વર્ષથી કડીમાં ભાજપનું શાસન અકબંધ રહ્યું છે. નીતિન પટેલે આ જીતને કાર્યકરો અને સંગઠનની મહેનત ગણાવી અભિનંદન પાઠવ્યા છે.

કોંગ્રેસના આકરા પ્રહાર: ચૂંટણી પંચ ભાજપના ખેસમાં
અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ચૂંટણી પ્રક્રિયા પર આકરા આક્ષેપો કરતા રાજકારણ ગરમાવ્યું છે. પરમારે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરીને કામ કરી રહ્યું છે. સરકારી તંત્ર અને પોલીસનો ઉપયોગ કરીને ઉમેદવારો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ સ્વીકાર્યું કે કોંગ્રેસના સંગઠનમાં રહેલી ખામીઓને કારણે ઉમેદવારોને મેન્ડેટ ન મળવા જેવી ક્ષતિઓ થઈ છે. તેમણે સવાલ કર્યો કે જો ભાજપે વિકાસ કર્યો હોય તો પ્રતિસ્પર્ધીને ડરાવવાની જરૂર કેમ પડે છે?વધવાની શક્યતા છે.

Most Popular

To Top