ભારતમાં સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરતા દરેક રોકાણકાર માટે એક મહત્વપૂર્ણ પ્રશ્ન રહે છે, “આજે બજાર ખુલ્લું છે કે બંધ?” ખાસ કરીને 2026 માટે National Stock Exchange (NSE) અને Bombay Stock Exchange (BSE) ની રજાઓની યાદી હવે સ્પષ્ટ થઈ ગઈ છે.
આજની વાત કરીએ તો 14 એપ્રિલ 2026 ના દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે દેશભરના સ્ટોક માર્કેટ સંપૂર્ણ રીતે બંધ છે. એટલે આજે કોઈપણ પ્રકારનું શેર ટ્રેડિંગ, ડેરિવેટિવ્સ અથવા ઇક્વિટી સેગમેન્ટમાં લેવડદેવડ થતી નથી.
અને હવે વાત કરીએ તો 2026 દરમિયાન સ્ટોક માર્કેટમાં કુલ અંદાજે 15 ટ્રેડિંગ રજાઓ રહેશે, જેમાં મુખ્ય તહેવારો અને રાષ્ટ્રીય દિવસો સામેલ છે. મહત્વપૂર્ણ રજાઓમાં 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ), 3 માર્ચ (હોળી), 26 માર્ચ (રામ નવમી), 31 માર્ચ (મહાવીર જયંતિ), 3 એપ્રિલ (ગુડ ફ્રાઈડે) અને 14 એપ્રિલ (આંબેડકર જયંતિ) જેવા દિવસો આવે છે. આ સિવાય મે મહિનોમાં મહારાષ્ટ્ર ડે, બકરી ઈદ, જૂનમાં મોહરમ, સપ્ટેમ્બરમાં ગણેશ ચતુર્થી, ઓક્ટોબરમાં ગાંધી જયંતિ અને દશેરા, તેમજ નવેમ્બર-ડિસેમ્બરમાં દિવાળી અને ક્રિસમસ જેવી રજાઓ પણ માર્કેટ બંધ રાખે છે.
બેન્ક રજાઓની વાત કરીએ તો મોટા ભાગે આ જ જાહેર રજાઓ દરમિયાન બેન્કો પણ બંધ રહે છે, જેના કારણે ટ્રાન્ઝેક્શન અને સેટલમેન્ટ પર અસર પડી શકે છે. તેથી રોકાણકારો અને ટ્રેડર્સ માટે મહત્વપૂર્ણ છે કે તેઓ ટ્રેડિંગ કરતા પહેલા હોલિડે કેલેન્ડર ચેક કરે. યોગ્ય પ્લાનિંગથી જ નુકસાન ટાળી શકાય અને નફો વધારી શકાય. યાદ રાખો માર્કેટ ખુલ્લું હોય ત્યારે જ તક મળે છે.