India

બિહારમાં મોટો રાજકીય ફેરફાર

રાજસભા સભ્ય બન્યા બાદ બદલાયો રાજકીય દૃશ્ય

બિહારની રાજનીતિમાં આજે મોટો ફેરફાર જોવા મળી શકે છે. લગભગ બે દાયકાથી રાજ્યની રાજનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવતા મુખ્યમંત્રી નીતીશ કુમાર આજે પોતાના પદેથી રાજીનામું આપી શકે છે. તેમના રાજીનામા બાદ ભાજપ પોતાના પક્ષમાંથી નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવાની શક્યતા છે.

માહિતી અનુસાર, નીતીશ કુમારે આજે પોતાની છેલ્લી કેબિનેટ બેઠક બોલાવી છે. બેઠક પૂર્ણ થયા બાદ તેઓ સત્તાવાર રીતે રાજ્યપાલને રાજીનામું સોંપી શકે છે. ત્યારબાદ પટનામાં ભાજપ વિધાનમંડળ પક્ષની બેઠક યોજાશે, જેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે.

NDAની બેઠક બાદ થશે અંતિમ નિર્ણય : સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપ વિધાનમંડળ પક્ષની બેઠક બપોરે યોજાશે અને ત્યારબાદ સાંજે એનડીએ (NDA) ની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય નેતા શિવરાજ સિંહ ચૌહાણને નિરીક્ષક તરીકે પટના મોકલવામાં આવ્યા છે, જે પ્રક્રિયાની દેખરેખ રાખશે.

રાજસભા સભ્ય બન્યા બાદ બદલાયો રાજકીય દૃશ્ય : તાજેતરમાં નીતીશ કુમાર રાજસભાના સભ્ય તરીકે શપથ લીધા બાદ રાજકીય પરિસ્થિતિમાં ઝડપી ફેરફાર જોવા મળ્યો છે. નિયમ મુજબ રાજસભા સભ્ય બન્યા પછી રાજ્ય વિધાનસભાની સભ્યતા છોડવાની પ્રક્રિયા જરૂરી હોવાથી તેમણે મુખ્યમંત્રી પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

ભાજપનો પ્રથમ મુખ્યમંત્રી બનવાની શક્યતા : આ ફેરફાર બાદ બિહારમાં પ્રથમ વખત ભાજપનો મુખ્યમંત્રી બનવાની શક્યતા વધી ગઈ છે. રાજકીય વર્તુળોમાં નવા મુખ્યમંત્રી તરીકે કેટલાક નામોની ચર્ચા ચાલી રહી છે, જોકે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

કાલે થઈ શકે નવા મુખ્યમંત્રીની શપથવિધિ સમારોહસૂત્રો મુજબ, આજે રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગી થઈ શકે છે અને 15 એપ્રિલે નવા મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર દેશની નજર બિહાર તરફ છે, કારણ કે આ નિર્ણય રાજ્યની રાજકીય દિશા બદલનાર મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે.

Most Popular

To Top