World

ટ્રમ્પની નાકાબંધી સામે ઈરાને ‘f(f(O))>f(O)’ આપ્યો સમીકરણથી અનોખો જવાબ, તેલના ભાવ ફરી 100 ડોલર પાર

છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા ઇરાન, ઇરાક અને અમેરિકા વચ્ચેના તણાવના લીધે સૌ કોઈ વૈશ્વિક હાલાકીથી પરેશાન છે. આ યુદ્ધ પતું-પતું થાય ત્યાં વળી કંઈ નવા ગતકડાંથી આ મુદ્દો વધુને વધુ જટિલ થઈ જાય છે. હાલ ફરી Iran અને United States વચ્ચેનો તણાવ હવે વધુ તેજ બન્યો છે. Strait of Hormuzને લઈને બંને દેશો વચ્ચે રાજકીય અને આર્થિક ટકરાવ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. આ વચ્ચે ઈરાનના સંસદ અધ્યક્ષ Mohammad Bagher Ghalibafએ અમેરિકાને અનોખી ગાણિતિક ચેતવણી આપી છે. ગાલિબાફે સોશિયલ મીડિયા પર એક સમીકરણ શેર કર્યું, જેના માધ્યમથી તેમણે સમજાવ્યું કે હોર્મુઝમાં નાકાબંધી વધે તો તેલના ભાવ સીધા નહીં પરંતુ વધુ ઝડપથી અને ચક્રવૃદ્ધિ રીતે વધી શકે છે.

\Delta O_{BSOH} > 0 \Rightarrow f(f(O)) > f(O) આનો સરળ અર્થ એ છે કે સપ્લાયમાં અવરોધ વધતા, પહેલા ભાવ વધે છે અને પછી તે વધારાનો પ્રભાવ ફરીથી ભાવને વધુ ઝડપથી ઉપર લઈ જાય છે. એટલે કે, એક વખત શરૂ થયેલો વધારો આગળ વધુ તેજ બની જાય છે.

ગાલિબાફે અમેરિકન લોકોને ચેતવણી આપતા કહ્યું કે “હાલના પેટ્રોલના ભાવનો આનંદ માણો, કારણ કે નાકાબંધી બાદ ગેસના ભાવ 4-5 ડોલર સુધી પહોંચી શકે છે.” તેમણે અમેરિકામાં વર્તમાન પેટ્રોલના ભાવ દર્શાવતો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. જ્યારે Donald Trumpએ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની નાકાબંધી કરવાની ચેતવણી આપી હતી. US Central Commandએ જાહેરાત કરી છે કે તે ઈરાની બંદરોમાં પ્રવેશતા અને બહાર નીકળતા દરિયાઈ ટ્રાફિક પર નિયંત્રણ લાગુ કરશે. જોકે, બિન-ઈરાની બંદરો વચ્ચે જતાં જહાજોને પસાર થવાની છૂટ આપવામાં આવશે. આ તણાવની સીધી અસર વૈશ્વિક બજારમાં જોવા મળી રહી છે. અમેરિકન તેલના ભાવ ફરી 100 ડોલર પ્રતિ બેરલ પાર ગયા છે. WTIનો ભાવ લગભગ 104.50 ડોલર સુધી પહોંચ્યો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 102 ડોલર સુધી ગયો છે. એશિયન શેરબજારોમાં પણ અસ્થિરતા જોવા મળી છે. આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ Islamabadમાં થયેલી અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ જવી છે. આ ચર્ચામાં JD Vance પણ સામેલ હતા, પરંતુ બંને દેશો વચ્ચે કોઈ સમજૂતી થઈ શકી નથી. હોર્મુઝ સ્ટ્રેટને લઈને વધતો તણાવ હવે વૈશ્વિક ઉર્જા બજાર અને અર્થતંત્ર માટે મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે.

Most Popular

To Top