Charchapatra

લગ્નને ટાળતી યુવા પેઢી

આપણા દેશના મેટ્રો અને મીની મેટ્રોસિટીમાં એક નવા જ પ્રકારના ટ્રેન્ડ યુવાન યુવતીઓમાં જોવા મળી રહ્યો છે અને તે છે મોટી ઉંમર સુધી કે મેરેજેબલ એઈજ પતી જાય પછી પણ લગ્ન અંગે ગંભીરતાથી વિચારવું જ નહીં. ઘણી વખત તો એવું લાગે છે કે યુવા વર્ગ લગ્નના બંધનને યેનકેન પ્રકારે ટાળી રહ્યો છે. લગ્ન નહીં કરવા મક્કમ એવા યુવાન-યુવતીઓ લગ્ન જીવનને સમયનો વ્યય સમજે છે. પોતાની સ્વતંત્રતા છીનવાઈ જવાની બીકથી આજના યુવાન યુવતીઓ લગ્ન કરવાનું ટાળે છે.

એકવીસમી ટેકનોલોજીની સદીમાં યુવા વર્ગની નવી વિચારધારા એ છે કે લગ્ન અંગે શક્ય એટલો મોડો નિર્ણય લેવો અથવા નિર્ણય લેવો જ નહીં. આધુનિક યુગમાં ખૂબ મોડા એટલે કે મોટી ઉંમરે લગ્ન કરવા એ યુવાનોની માનસિકતા રહી  છે. યુવાનોના મનમાં એક દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું હોય છે અને તે છે કરિયર પહેલા કે લગ્ન? લગ્ન વિના પણ સંપૂર્ણ જીવન જીવી શકાય છે એવી નવી વિચારસરણીનો યુવા પેઢીના મનમાં જન્મ થઈ ચૂક્યો છે. લગ્નને ટાળવાનો એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે જેનાથી વડીલો પણ ખૂબ જ ચિંતિત છે અને નિ:સહાય પણ બની રહ્યા છે.
નવસારી           – ડૉ. જે. એમ. નાયક  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top