Karjan

કરજણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

સેવા સદન ખાતે કોંગ્રેસ કાર્યકરોનો જમાવડો
ઉમેદવારો દ્વારા પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ
૨૬ એપ્રિલે મતદાન, ૨૮ એપ્રિલે પરિણામ જાહેર થવાની રાહ

પ્રતિનિધિ, કરજણ
કરજણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સેવા સદન ખાતે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો, જ્યાં ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રક્રિયાનો ભાગરૂપે પોતાના ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા અધ્યક્ષ પિન્ટુ પટેલ સહિત ભરત અમીન, મુબારક પટેલ, ભાસ્કર ભટ્ટ અને લતાબેન સોની ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારોએ કરજણ પ્રાંત અધિકારી સમક્ષ તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ઉમેદવારી ફોર્મ સોંપ્યા હતા.
આગામી તા. ૨૬ એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં રસ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પરિણામો તા. ૨૮ એપ્રિલે જાહેર થવાના છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

રિપોર્ટર: મુકેશ અથોરે

Most Popular

To Top