Columns

ભાજપની બંગાળ પ્રત્યેની મમતા અપરંપાર: ચોથી તારીખે નિષ્કર્ષ

વર્તમાન વર્ષ 2026માં પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરલ અને પુડુચેરી જેવાં મહત્વનાં રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે અને હવે સાવ ઢૂંકડી આવી ગઇ છે. બળબળતી ગરમીમાં લોકો મતદાન કરવા બહાર નિકળશે તો ભારતીય લોકશાહીનું એક ઉજ્જવળ પાસું છે, પરંતુ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી નાની-મોટી અનેક ઘટનાઓમાં કેન્દ્રીય સરકાર, દેશની સંવૈધાનિક સંસ્થાઓ અને ત્યાં સુધી કે સર્વોચ્ચ અદાલતના હૂકમોની હાંસી ઉડાવે તેને તાક પર રાખે, વારંવાર રાખે અને મોદી સરકાર તરફથી કોઇ નોંધપાત્ર, અસરકારક પ્રતિક્રિયા ન આવે તે દેશમાં સુશાસનની કમી, ગંભીરતાનો અભાવ બતાવે છે. હંમેશા એવી છાપ ઉપજે છે કે કેન્દ્રની મોદી સરકારનાં રાજ્યની મમતા સરકાર સામે ગાત્રો ઢીલાં પડી જાય છે. હમણા મતદાન સૂચિની સર પ્રક્રિયા વખતે ન્યાયાધીશોને કબજામાં, બાનમાં લેવાની ઘટના એક પછી એક સર્જાતા અલ્ટીમેટમોમાં હતું. કેન્દ્ર સરકારને શાહીન બાગવાળી ચાલે એ મંજૂર છે, પણ ઘુસપેઠિયા બાંગલા દેશીઓ અને તેઓની આદ્યા માતા મમતા સામે કામ પાર પાડવાનો ડર લાગે છે, વારંવાર લાગે છે. તો પછી આત્મવિશ્વાસ વગર એ ચૂંટણીઓ જીતાશે કેમ? જે જીતવાનો ભાજપ અને એનેડીએનો અગ્રક્રમ મનસૂબો છે. એ ટોપ પ્રાયોરિટી છે.


આ વખતે પણ બંગાળનો જંગ રસાકસીપૂર્ણ અને રોમાંચક રહેશે. 2011માં મમતા બેનરજી મુખ્યમંત્રી તરીકે સત્તા પર આવ્યાં ત્યારથી બંગાળનાં સમીકરણો બદલાઈ ગયાં છે. મમતા બેનરજી ત્રણ દશક સુધી ચાલેલી રાજ્યમાં સામ્યવાદી સરકારનો અંત અણીને સત્તા પર આવ્યાં હતા. 2011મી એ ચૂંટણીમાં ભાજપને એક પણ બેઠક મળી ન હતી, પરંતુ ત્યારબાદની ચૂંટણીઓમાં ભાજપા મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઊભરી છે. આ એક સિદ્ધિ એટલા માટે ગણાય કે બંગાળની પ્રજા મુખ્યત્વે સામ્યવાદી વિચારધારા પ્રત્યે ઝૂકાવ ધરાવે છે અને તેમાં રાજકીય પટલ પર મહત્વના પક્ષ તરીકે આગળ આવવું તે વિચારધારામાં થઇ રહેલાં પરિવર્તનોનો સંકેત છે. જો કે છેલ્લા દસ કરતાં વધુ વર્ષથી આ પ્રકારનાં સંકેતો મળી રહ્યા છે, પણ કયારેય સાર્થક થયા નથી. કાગડો રોજ સવારે ડેલીએ આવીને બોલેછે, પણ મહેમાન કયારેય આવ્યાં નથી.
ભાજપ માટે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ પક્ષ ભારે પડકારરૂપ રહ્યો છે. બંગાળ જ્યારે ભાજપ સુધી પહોંચવા માટે સૌથી નજીક આવી ગયો હતો. ત્યારે કેટલાક નેતાઓ ગણાવાને લાયક ન હોય તેવા નેતાઓને બંગાળમાં ચૂંટણીઓ જીતાડી આપવાનો ગોલ સોંપવામાં આવ્યો. જેમ કે કૈલાસ વિજયવર્ગીય અને એમના જોડીદારો. કોરોનાની સમાંતરે ભાજપ અને સાક્ષી પક્ષોએ ચૂંટણી પ્રચાર દરમિયાન પક્ષની ગરિમા જાળવી નહીં અને આછલકલાઈ વધુ દાખવી. માત્ર જોકસ સંભળાવવા, ચેલેન્જો ફેકવી, સભા રેંજની કરવી એ તત્કાળ મજાકિયો પ્રભાવ પાડી શકે, બાકી લાંબા સમયનો પ્રભાવ તો ધીરગંભીર અને મુદ્દાસરની વાત કે રજૂઆતથી પડી શકે. લોકોને નેતાઓમાં નેતાઓ જ જોઈતાં હોય છે, સભારંજનીઓ નહીં.
બંગાળમાં તો સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ બન્ને બેહોશ હાલતમાં છે. છેલ્લાં ત્રણ વખતની માફક આ વખતે મુખ્ય મુકાબલો તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે.આ બંને પક્ષો તમામ 294 બેઠકો પર પોતપોતાના ઉમેદવારો ઊભા રાખશે. આ એપ્રિલ મહિનાની 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે આસામ, કેરલમ અને પુદુચેરીમાં નવ એપ્રિલે, અર્થાત આજકાલ મતદાન યોજાશે. તામીલનાડુમાં 23 એપ્રિલે, પ. બંગાળના પ્રથમ તબક્કાના દિવસે જ મતદાન યોજાશે.
બંગાળમાં જે પક્ષ કે એલાયન્સ 148 કે વધુ બેઠકો મેળવશે તે સત્તા મેળવશે. 2021માં કોરોના સંકટ દરમિયાન તૃણમૂલે 215 બેઠકો મેળવીને ભાજપને મહાશરમનો અનુભવ કરાવ્યો હતો. ભાજપ અને એનડીએ મહિનાઓથી નેતાઓનાં ધાડાંઓ પશ્ચિમ બંગાળમાં ઊતારી દીધાં હતા અને તેથી બંગાળી સરકાર અને પ્રજામાં એ સાચી ખોટી વાત ફેલાવવામાં પ્રચિલત કરવામાં સફળતા મળી હતી કે નોન-બંગાળીઓ બંગાળ પર સર થઇ જવા માગે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના અગ્રણી નેતાશ્રી અમિત શાહે પણ હમણા જાહેર કર્યું છે કે એ પ.બંગાળ ચૂંટણી નીમિતે જઇ રહ્યા છે અને ત્યાં પંદર દિવસ રોકાશે. હકીકતમાં ભાજપે સ્થાનિક બંગાળી નેતાઓના શિરે પક્ષને ચૂંટવાની જવાબદારી સોંપવી જોઈએ માત્ર ચૂંટણી સમયે ત્રણ-છ મહિનાઓના ધામ નાખવાને બુમરેંગ પુરવાર થશે. વધુ બંગાળી નેતાઓને ગુમ કરવા જોઈએ. પલોટવા જોઈએ, પણ તેમ થવાને બદલે ભાજપમાં આવીને ભાજપને લોકજીભે ચડાવ્યો હતો તેવા કેટલાક નેતાઓ પણ ભાજપને છોડીને ફરીથી તૃણમૂલમાં જોડાઈ ગયા. જેવા કે મુકુલ રોય, સોવન અને વૈશાખી ચેટરજી. તેઓ ભાજપમાં જોડાયા હતા તેને હિમાલય જેવડી ભૂલ તેઓએ ગણાવી છે, આસિવાય બડકમદાર નેતા અર્જુન સિંહ, રવીન બેનરજી, બાબુલ સુપ્રિયો વગેરે વાજતે ગાજતે ભાજપમાં આવ્યા હતા પણે તેઓને સાચવી શકાયા નથી. રુપા (દ્રૌપદી) ગાંગૂલી આજે ભાજપમાં છે પણ એમની આસ્થા અને વફાદારી સ્થિર હોય તેમ જણાઇ રહ્યું નથી. જો કે રૂપાને આ વિધાનસભાની ચૂંટણી સોનારપુરથી ભાજપા ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે.
વર્ષ 2021ની બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને બહુમત મળી જશે એવી બહુ મોટી ધારણા રાખવામાં આવી હતી. વડાપ્રધાનના ચૂંટણી પ્રવાસને રાજયમાં ખૂબ મોટો આવકાર મળ્યો હતો. પરંતુ ધાર્યાં ન હતાં એવાં પરિણામો આવ્યાં. ભાજપને છતાં મમતાનું પલડું વજનદાર છે. મુખ્ય મુકાબલો મમતા બેનરજી અને વિપક્ષના નેતા શુભેન્દ્ર અધિકારી વચ્ચે ખેલાઇ રહ્યો છે. શુભેન્દ્ર આ વખતે બે બેઠકો પરથી લડી રહ્યા છે. એક નંદીગ્રામ અને બીજી કોલકોતાની ભવાનીપુર બેઠક. આ બંને સીટ પર એ મમતા સામે પડકારરૂપ બનશે. નંદીગ્રામ એ શુભેન્દ્રની પરંપરાગત બેઠક છે પરંતુ ગઇ ચૂંટણીમાં શુભેન્દ્રને પડકાર આપવા મમતા નંદીગ્રામ બેઠક પર પણ જઇને ઊભા રહી ગયા હતા જ્યાં એ શુભેન્દ્ર સામે હારી ગયાં હતાં.
લગભગ છેલ્લા એકાદ વર્ષથી એસઆરઆઇ (સર) વિશેષ સઘન પુનરીક્ષણ કાર્યક્રમ હેઠળ મતદાર યાદીઓમાંથી ઘૂસપેઠિયા બાંગ્લાદેશી નાગરિકોનાં નામો કમી કરવામાં આવ્યા છે. તાજેતરમાં તૃણમૂલનાં મુસ્લિમ કાર્યકરોએ સર્વોચ્ય અદાલતે નીમેલી જજોની કમિટીને કામ કરવા દીધું ન હતું. તેઓ હિંસક બની રહ્યા હતા અને પોપ્યુલર ધારણા એ છે કે એ બધુ મમતાના ઇશારે થઇ રહ્યું છે. ‘સર’ પ્રત્યેની મમતાની એલર્જી કોનિક અને નફરતથી ભરપુર છે. મમતાને લાગે છે કે મુસ્લિમ મતદારો તૃણમૂલને જ મત આપશે. પરંતુ એ લાયમાં લાખો બાંગલાદેશી મુસ્લિમોને ભારતના નાગરિક બનાવી દેવાયા છે. આ મુદ્દો બંગાળના હિન્દુત્વવાદી હિન્દુઓને વધુ જાગૃત અને વધુ એક બનાવાની પ્રેરણા આપશે. બીજી તરફ મુસ્લિમ મતોનું પણ ધ્રુવીકરણ થશે. મુસ્લિમોની મસીહા હોવાના પક્ષો પણ રચાયા છે અને ચૂંટણીઓ લડી રહ્યા છે. તેનો અર્થ એ કે મમતાના મુસ્લિમ મતોમાં ઘટ પડશે. બીજી તરફ હિન્દુઓ ભાજપ તરફ વધુ ખેંચાશે. આ બધી જીણવટભરી બાબતો છે અને વિવેચકો ધારે છે એટલી હદે ચૂંટણીમાં કામે લાગતી નથી. જો પ્રભાવ પાડતી હોય તો સર્વેક્ષણોમાં મમતા બેનરજી બીજાઓ કરતાં આટલા આગળ ન હોત. છતાં એ નક્કી છે કે સરનો મુદ્દો અને તેની ચૂંટણીઓ પર સૌથી વધુ અસર પડશે. બાંગ્લા દેશે એક કરતાં વધુ વર્ષ તંગદિલી અને ટરમોઇલમાં પસાર કર્યા જેમાં ત્યાં વસતા હિન્દુઓએ ધાર્મિક ભેદભાવો અને અત્યાચારો સહન કરવા પડ્યા તેની અસર હિન્દુ મતદાતાઓ પર પડી છે નહીં તે જાણવા માટે પરિણામો સુધી રાહ જોવી પડશે.
ખૂદ મમતાને બેનરજીને સરની સિસ્ટ્મે ખૂબ હલાવી નાખ્યાં છે. તેનો અર્થ એ કે વિપરિત પરિણામો એમને સમજાઇ રહ્યાં છે. આ કારણથી જ્યાં થઇ શકે ત્યાં અને જ્યાં થઇ ન શકે ત્યાં પણ કાનૂની એ નૈતિક મર્યાદાઓ વળોટીને સરનો વિરોધ કરવા પહોંચી જાય છે. ઇડી રેડ પાડે તો તેઓને રોકવા પહોંચી ગયા. સુપ્રીમ કોર્ટમાં સરનો વિરોધ કરવા દાવેદાર બનીને પહોંચી ગયા. ખાર ખાઇ ગયાં છે. લગભગ 60 લાખ લોકોને મતદાર યાદીમાંથી બહાર કાઢી નખાયા છે અને આ બધા મુસ્લિમો મમતાના મતદાર છે એટલે મમતાના પેટમાં તેલ રેડાય એ સ્વાભાવિક છે.
વાત અહીં અટકતી નથી. ચૂંટણી તારીખોના એલાન બાદ ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ સચિવ, રાજ્યના પોલીસવડા મહાનિદેશક કોલક્તા પોલીસ કમિશનર, તમામ જિલ્લાઓના કલેકટરો અને ડિસ્ટ્રીકટ મેજીસ્ટે્રટો વગેરેની તાબડતોબ બદલીઓ કરી નાંખવામાં આવી. મમતાનો આરોપ છે કે આ બદલીઓ ભાજપ માટે મોકળું મેદાન બનાવવા કાજે કરવામાં આવી છે. તૃણમૂલ નેતાઓ સવાલ પૂછી રહ્યાં છે કે આસમમાં પણ ચૂંટણીણો છે, પણ ત્યાં કેમ કોઇ અધિકારીઓની બદલીઓ કરાઇ નથી? આ ઘટનાના થોડા દિવસો અગાઉ કેન્દ્રએ પ.બંગાળના રાજ્યપાલ પણ બદલી નાખ્યા હતા. તામિલનાડુના રાજ્યપાલની બંગાળમાં નિમણૂક કરાઇ છે. તામિલનાડુમાં એમનો કાર્યકાળ વિવાદમાં રહ્યો હતો.
મમતા બેનરજીએ મહિલાઓ અને અલ્પ સંખ્યક મુસ્લિમો, ખિસ્તીઓ માટે કલ્યાણકારી યોજનાઓ દાખલ કરી છે. હમણાના વચગાળામાં બજેટમાં ‘યુવા સાથી’ યોજના તેમ જ ‘લક્ષ્મી ભંડાર’ યોજનામાં સરકાર તરફથી અપાતી સહાયમાં વધારો કરાયો છે. ભાજપ પણ કેટલીક નવી યોજનાઓ શરૂ કરવાનાં વચનો આપી રહ્યો છે. બાંગ્લાદેશમાંથી બંગાળમાં આવી હિન્દુઓને ભારતની નાગરિકતા કેન્દ્ર સરકાર દ્વારા અપાઇ રહી છે. ભાજપ સરકાર ‘મતુઆ’ સમુદાયને ભારતની નાગરિકા અપાશે એવું વચન વડા પ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસો પૂર્વેની મુલાકાતમાં આપી આવ્યા છે, ભાજપના નેતાઓની એ રજૂઆત સાતત્યપૂર્ણ રહી છે કે બાંગલા દેશમાંથી અવૈધ ઘૂસપેઠ અટકાવવાની છે. અન્યથા, રાજ્યની વસતિની પેટર્નમાં નુકશાનકારી પરિવર્તનો આવશે તેમ ભાજપ લોકોને સમજાવવા માંગે છે. બંગાળને તેની સાંસ્કૃતિક ઓળખ આપવા માંગે છે. સંસદમાં મહિલા સાંસદોનું ચાલીસ ટકા જેટલું સૌથી ઊંચું પ્રમાણ તૃણમૂલ કોંગ્રેસનું છે. પરંતુ ભાજપ તે પ્રમાણને વધુ ઊંચે લઈ જશે એવા વાયદાઓ અપાઈ રહ્યા છે.
બંગાળની ચૂંટણીઓ હંમેશા દિલચસ્પ રહી છે અને લોકો પરિણામનો દિવસ ચોથી મેનો ખાસ ઈન્તેજાર કરશે. બીજા રાજ્યોની સ્થિતિઓ હવે પછીના લેખમાં પ્રગટ કરીશું.

વિન્સી મરચન્ટ

Most Popular

To Top