Gujarat

આજે સાંજે 5 વાગ્યે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત શક્ય

ચૂંટણી પંચ પત્રકાર પરિષદમાં કરશે સત્તાવાર જાહેરાત
વડોદરા:
રાજ્યમાં લાંબા સમયથી અપેક્ષિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંગે આજે મહત્વપૂર્ણ જાહેરાત થવાની શક્યતા છે. આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજી ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
આ જાહેરાત સાથે જ નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિતની સંસ્થાઓ માટેની ચૂંટણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થશે. ચૂંટણી તારીખોની જાહેરાત બાદ આચાર સંહિતા લાગુ થવાની પણ શક્યતા છે.
રાજકીય પક્ષો તથા ઉમેદવારોમાં આ જાહેરાતને લઈ ઉત્સુકતા જોવા મળી રહી છે.

Most Popular

To Top