નગરના કાલિકા માતા મંદિરના ચોકમાં શ્રધ્ધાભેર પૂજા અર્ચના કરી આરતી કરાઈ
છોટાઉદેપુર: ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ! રાજસ્થાનના ઉદયપુર સ્થિત કંચન સેવા સંસ્થાન દ્વારા એક ભવ્ય મિશન હાથ ધરવામાં આવ્યું છે. ઉદયપુરમાં નિર્માણ પામી રહેલા 11 મુખી અને 84 ફૂટ ઊંચા હનુમાનજીના ભવ્ય મંદિરના પ્રતીક સમી 21 ફૂટ લાંબી અષ્ટધાતુની ગદા હાલ ભારત ભ્રમણે નીકળી છે. જે આજરોજ છોટાઉદેપુર આવી પહોંચી હતી.
છેલ્લા 24 મહિનાથી દેશના ખૂણે-ખૂણે ફરી રહેલી આ વિશાળકાય ગદા જ્યારે છોટાઉદેપુર અને છોટાઉદેપુર તાલુકાના ગામડાઓમાં પહોંચી, ત્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હજારો કિલો વજન ધરાવતી આ અષ્ટધાતુની ગદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
છોટાઉદેપુર ના નગરજનો દ્વારા આ પવિત્ર ગદાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. “જય શ્રી રામ” અને “જય હનુમાન”ના ગગનભેદી નાદ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો. મહિલાઓ, વૃદ્ધો અને યુવાનોમાં આ દિવ્ય ગદાના દર્શન કરી આશીર્વાદ મેળવવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ગદા એ ઉદયપુરમાં બનનારા એ ઐતિહાસિક હનુમાનજીના મંદિરનો ભાગ છે. જે આવનારા સમયમાં આસ્થાનું મોટું કેન્દ્ર બનશે. સમગ્ર દેશમાં ભ્રમણ કરીને આ ગદા ભક્તોને હનુમાનજીની શક્તિ અને ભક્તિનો સંદેશ આપી રહી છે.
છોટાઉદેપુર જિલ્લામાંઆ ગદાના આગમનથી લોકોમાં હર્ષની લાગણી છવાઈ છે અને આ ભવ્ય યાત્રા હવે આગળના મુકામ તરફ પ્રસ્થાન કરશે.
ઉદયપુર રાજસ્થાનના કંચન સેવા સંસ્થાન દ્વારા નિર્મિત 84 ફૂટ ઊંચા હનુમાનજીના મંદિરની 21 ફૂટ લાંબી અષ્ટધાતુની ગદાનું નસવાડીમાં ભવ્ય આગમન! છેલ્લા 24 મહિનાથી દેશભરમાં ભ્રમણ કરી રહેલી આ દિવ્ય ગદાના છોટાઉદેપુરમાં ભક્તિભાવપૂર્વક પૂજન કર્યા. જ્યારે રામજી મંદિર ના મહંત યોતિશ્વર દાસ મહારાજ કાલિકામાતા ના મહંત તુષારભાઈ પંડ્યા એ પણ આ ગદા ને વધાવી અને પૂજન અર્ચન અને આરતી કરી હતી.
રિપોર્ટર::સંજય સોની, છોટાઉદેપુર