વ્હાઇટ હાઉસનો મોટો જવાબ, ‘અફવાઓ પર વિશ્વાસ ન કરો’
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનમાં સંભવિત બેઠક અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર હવે વ્હાઇટ હાઉસે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. White Houseએ સ્પષ્ટ કર્યું છે કે આ અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા ચેતવણી આપી છે.
માહિતી મુજબ, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચર્ચા માટે પાકિસ્તાનની રાજધાની Islamabadમાં બેઠક યોજાઈ શકે છે. આ દાવાઓને લઈને મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી હતી. જ્યારે સમાચાર એજન્સીએ વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ Karoline Leavittનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે જણાવ્યું કે “આ ખૂબ જ સંવેદનશીલ રાજદ્વારી ચર્ચાઓ છે. અમેરિકા મીડિયા દ્વારા વાટાઘાટ કરતું નથી. પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે અને સત્તાવાર જાહેરાત સુધી કોઈ પણ પ્રકારની અટકળોને સાચી માનવી જોઈએ નહીં.”
અહેવાલો અનુસાર, આ બેઠકમાં અમેરિકાના ઉપપ્રમુખ JD Vance સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી હતી. સાથે જ, અમેરિકાના દૂત Steve Witkoff અને Jared Kushner પણ ભાગ લે તેવી ચર્ચા હતી. ઈરાન તરફથી સંસદ અધ્યક્ષ Mohammad Bagher Ghalibaf પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે તેવી અટકળો ચાલી રહી હતી. જોકે, આ તમામ દાવાઓને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
આ દરમિયાન, Shehbaz Sharifએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હોવાનું જણાવ્યું છે અને પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવા માટે પાકિસ્તાનની મદદનો વિશ્વાસ આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકા-ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે ચોથા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ રાજદ્વારી ચર્ચા મહત્ત્વપૂર્ણ બની શકે છે, પરંતુ વ્હાઇટ હાઉસના નિવેદન બાદ હાલ માટે ચર્ચાઓ માત્ર અટકળો જ માનવામાં આવી રહી છે.