World

ટ્યુસનના પાર્ક પ્લેસ મોલમાં ગોળીબાર

કિશોરોમાં ઝઘડાથી શરૂ થયેલી ઘટના, વીડિયો વાયરલ, બે હોસ્પિટલ ખસેડાયા

અમેરિકાના Park Place Mall માં ગત રોજ થયેલી ગોળીબારની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કથિત વીડિયોમાં જોવા મળે છે કે કિશોરોમાં થયેલા ઝઘડાથી આ ઘટના શરૂ થઈ હતી.
અહેવાલો મુજબ, Tucson સ્થિત આ શોપિંગ મોલના ફૂડ કોર્ટ વિસ્તારમાં બાળકો વચ્ચે પહેલા મારામારી થઈ હતી. ત્યાર બાદ અચાનક ગોળીબારના અવાજો સંભળાતા લોકોમાં હડકંપ મચી ગયો. સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયોમાં પણ પહેલા ઝઘડો અને પછી ગોળીબારના અવાજો સ્પષ્ટ સાંભળવા મળે છે.
સ્થા

નિક અપડેટ્સ આપતી એક પેજ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં કિશોરો વચ્ચે ભારે અથડામણ જોવા મળી હતી. અન્ય એક ક્લિપમાં ઝઘડાની વધુ વિગતો સામે આવી છે. જોકે, આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી. Tucson Police Department ના પ્રાથમિક અહેવાલ મુજબ શંકાસ્પદ વ્યક્તિ હજુ સુધી પકડાઈ નથી. પોલીસએ આ ઘટનાને “જાહેર સ્થળે થયેલી ચિંતાજનક હિંસા” ગણાવી છે, જોકે તેઓએ જણાવ્યું કે આ એક અલગ ઘટના હતી.

આ ઘટનામાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોળીબાર થતા જ મોલમાં હાજર લોકો ભયભીત થઈ ભાગવા લાગ્યા હતા. સ્થાનિક મહિલા પેજ સ્ટ્યુઅર્ટે, જે પોતાના પાંચ વર્ષના બાળક સાથે મોલમાં હાજર હતી, તેણે જણાવ્યું કે, “મને લાગ્યું કે જીવતા બહાર નહીં નીકળી શકીએ.” તેણીએ કહ્યું કે ગોળીબારના અવાજો સાંભળતા જ તેણે પોતાના બાળકને બચાવવા દીવાલ પાસે દબાવી દીધું.

મોલ મેનેજમેન્ટે નિવેદનમાં જણાવ્યું કે “અમારા ગ્રાહકો અને કર્મચારીઓની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે” અને ઝડપી કાર્યવાહી બદલ પોલીસનો આભાર માન્યો. આ ઘટનાના વીડિયોઝ વાયરલ થતાં સોશિયલ મીડિયા પર લોકોમાં રોષ અને ભય બંને જોવા મળી રહ્યા છે. કેટલાક યુઝર્સે શહેરમાં વધતી હિંસાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Most Popular

To Top